પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

બતાવ્યાં ને ખોટું ગામ ચીંધ્યું. મને બે ધોલ મારીને તગડી મૂકી. પછી પાછું ત્રણેક વરસે બીજી વાર અમરચંદ બાપે ને કામેશર ગોરે મારું કાંડું ઝાલ્યું. આ તે વખત અમરચંદ બાપો તો નીકળી ગયા. કામેશર ગોરને ત્રણ વરસની ને મને છ જ મહિનાની ટીપ પડી. પણ મેં સાચાં નામ ન દીધાં, પછી ત્રીજી વાર મને શિવલા ગોરે ને નંદુડી બામણીએ હાથ કરી. એમાં અમે ત્રણે પકડાઈ ગયાં. એને તો ત્રણ જ મહિને છોડી મેલ્યાં. કેમ કે એણે વકીલ મોટો બાલિસ્ટર રોકેલો, મને એકલીને સપડાવી દીધી એમ સાબૂત કરી ને, કે મેં ઈ બેયને છેતર્યાં છે. મને બે વરસની પડી'તી પણ છોઅક્રી મારી ગદરી ગઈ. હવે તો જઈને મારા બાપની આંબલીએ નિવેદનો ખીચડો જુવારવો છે. છોઅક્રીએ મને એક કાગળ લખાવ્યો'તો જેલમાં, કે દાદો આંબલીએ મને મળે છે, બોલાવે છે, ને રોયા કરે છે : આ અસરગતિ હવે એનાથી ખમાતી નથી. પાણીની તરસ્યે જીવ જાય છે પલેપલ. ને વાત પણ સાચી ને બોન ! અસરગતિવાળાઓને તમામને તો કેરડાના કાંટાની અણી હોયને અણી, એના જેટલું જ ઝીણું ગળું હોય છે. એમાં પાણી રેડ રેડ કરીએ તોય કેટલુંક પોગે ? હું તો હવે પાંચ-દસ રૂપિયાનું બાફણું બાફી નાખીશ. "

" ગામનું નામ શું ? "

" પીપરડી, પરતાપ શેઠની. એનાંય પાપ ત્યાં ચડી બેઠાં છે; તળાવડીની પાળે."

" શાં પાપ ? "

" હું તો ત્યારે નો'તી પણ લોકો વાત કરે છે કે ત્યાં એક બીજો બુઢ્ઢોય દટાણો છે. એને એક છોકરી હતી. કહે છે કે પરતાપ શેઠને ગામ છોડવું પડ્યું છે ઈ બાઈના શરાપે. કોક કાળમિખી કુંવારકાનું શરાપેલ ખોરડું , ને પહેલો છોકરો ભરખાઈ ગયો. બીજો નરવ્યો રિયો જ નહિ. હવે ગામલોકોને ય ઊંડો ઓરતો થાય છે. "

" શી બાબતનો ? "

" અમરચંદ બાપાની બક્ષિસનો લોભ જાગ્યો, કામેશર ગોર મોવડી