પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૦
વસુંધરાના વહાલાં-દવલાં
 


" આ વખતે લખડી કાંક ઓસરી ગઈ." વાઘરણોએ લખડીના સુકાયેલા મોં પર હાથ ફેરવ્યો. " આગળ જઈ આવી'તી ત્યારે તો રાતી રાણ જેવી થઈ આવી'તી."

" આ વખત જેલની જમાદારણી બેક કંટી હતી. ને મારે મૂઈને પારકા કજિયા ઉછીના લેવાનો સ્વભાવ પડી ગિયો ! એટલે મને બેક વધુ સંતાપતા. "

" ને આ વખતે છતી થઈ ત્યારે ફુલેસે પણ મારી'તી, ખરું ? "

" ઈ માર કાંઈ બેઠો થોડો રે' છે ?" લખડીનું અભિમાની મોં ચકચકી ઊઠ્યું. " મારેલી ખરી, પણ મૂંઢ માર મારેલો. લોઈ બોઈ નતું નીકળ્યું. "

" હેં મા, શું મારેલું ? કહે ને માડી ? " છોકરી પૂછવા લાગી.

"મૂંઢ માર કેવો હોય ? "

" જે માર્યું કળાય નહિ એ કહેવાય મૂંઢ માર, માડી ! " મા દીકરીને પોતાના જીવન-તાળાની જ્ઞાન-ચાવીઓ આપતી હતી : ગડદા, પાટુ, ઢીંકા, ઠોંસા, લાકડૉઈના ઘોદા. હાથ મરડે, ચોટલો ઝાલીને ઢરડે, ઊંચે કડામાં દોરડું બાંધીને સીંચે, એ બધો મૂંઢ માર. "

છોકરી માના દેહ પર હાથ ફેરવતી ફેરવતી સાંભળી રહી. " આંહીં બધેય તને મર પડ્યો'તો હેં મા ? દાદો મને ખબર દેતો'તો."

" દાદો મળતો'તો તને ? તે વાત સાચી લખી'તી હેં દીકરી ફોતરી ? " લખડીએ પોતાના મરેલા બાપના પ્રેતની વાત પૂછી.

" હું મરું મા, આંબલીએ મને ઝાલર-ટાણે મળ્યો'તો. પોતે આંબલીની પોલમાંથી મને બોલાવી. કહે કે દીકરી, માને અટાણે ફુલેસ કાંઈ મારે છે, કાંઈ મારે છે, કાંઈ મારે છે ! એમ કહેતો દાદો ચીસ પાડીને પોલમાં મોઢું છુપાવી ગ્યો. માડી ! મેં નજરોનજર ભાળ્યો. "

" એની અવગતનું ટાળણ કરવા પણ હું ઇલાજ લેતી આવી છું. "

એમ કહીને એણે આખો વાઘરીવાડો એકઠો કર્યો અને પોતે જે 'માતા 'ને પોતાના બાપના થાનકમાં શાંતિ કરવા લાવેલી છે તેના ખબર