પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

આપ્યા.

" ક્યાં છે ? "

" તળાવડીએ જ બેસાડેલ છે મેં. આપણે સૌ એને સામૈયું કરીને લાવવાં છે. હાલો સંધા. ઢોલીને તેડાવો. વાણીઆ-બામણ પોતાના સાધુસંતને જે ઠાઠથી આણે છે એ જ ઠાઠથી આપણે શીદ આપણી માતાને ન લાવવાં ? હાલો, હું બધું ખરચ આપીશ. "

સામૈયાનો થાળ અને ઢોલનગારાં સજ્જ થયાં તે અરસામાં તળાવની પાળે આંટો મારીને થોડાક જણ પાછા વળ્યા. એમણે વાઘરીવાડામાં ઘેર ઘેર કહી દીધું : " કોઈ અજબ પ્રતાપી માતાજી આવ્યાં છે. તાલકું તો તેજ તેજના અંબાર કાઢે છે. આવું રૂપ આ કાઠી-ગરાસિયામાં કે વાણિયાનાં સંત, પૂજ કે સતિયુંમાં નથી જોયું. "

વાઘરીઓના સમારંભમાં કોળીઓ ને રાવળિયાઓ ભળ્યા. ખોબો ખોબો પૈસાની દક્ષિણા વેરવી છે મારે, એવો સંદેશો પહોંચાડીને લખડીએ ગામના બ્રાહ્મણવાડામાંથી પણ બ્રાહ્મણોને બેઠા કર્યા. ગરાસિયા ને વાણિયા પણ એ ' રૂપરૂપના ઢગલા ' જોગણના પ્રતાપમાં અંજાવા પહોંચી ગયા. નિષ્પ્રાણ ગામમાં નવું ચેતન પ્રક્ટ્યું. આ સાધવી આંહીં કાયમી ત્ય્હાનક બાંધીને બેસવાની છે એ જાણીને સૌએ પોતાનો કાળ નિર્ગમવાનું એક નવું સ્થાન મળેલું માન્યું.

" આંકફરક જોઈ દેતાં હોય ને આ માતાજી ? " બેકારોએ નજર ઠેરવી, " તો રંગ રહી જાય ગામનો. "

" એ તો કાંઈક ગાંજો બાંજો પાશું. ચપટી ભાંગનો લોટો લઈ જાશું. દેવતાઈ વિભૂતિ છે, મસ્તીમાં ડોલશે, ત્યારે આફુરડી એની વાણી ફૂટશે. "

ગામના દુકાનદારોએ લખડીને કહી દીધું, કે " તારે એકથી સો રૂપિયા સુધીની ચીજ મંગાવી લેવી. તારા પૈસાની ઉતાવળ નથી. તું તો તીરથ નાઈને આવી છો, લખમી ! "

લખડીએ પોતાનાં બે લગ્નોમાંથી લાટાને લાટા મેળવ્યા હતા, એ