પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

કંદરા હતી ? આ બિહામણો જુવાન, આ વિશ્વનો વિદૂષક, આ દિનિયાનો ડાગળો શું સુખની રાતનો ભોક્તા !

રાજ-રાણીને કલેજે દ્વેષના એવા દંશ લાગ્યા કે નિશ્વાસની ઝાળો ઊઠી. અંધી બદલીની સારી દુનિયા એણે એક સૂતરના દોર પર, આસમાનના તારાઓની પાડોશમાં દીઠી. બદલીની ઝીણી ઓઢણી કોઈ મસાણે બળેલી શેઠ-વધૂની ખાંપણ લેખે વપરાયેલી, મદારીએ કોઈ ભંગીની પાસેથી વેચાતી લીધેલી; એ ઓઢણીની નીચે સોળ વર્ષની અંધી બદલીની નિર્દોષ જુવાની તસતસતી હતી. સ્તનો ધડકતાં હતાં. વસુંધરાનાં ટાઢ-તડકાએ ટાંકણાં મારીને એ ઓઢણી હેઠળનો આરસ-દેહ કંડાર્યો હતો. અંધીની દુનિયામાં દ્વેષ નહોતો, ઈર્ષ્યા નહોતી, એના કદરૂપા પિયુને હાસ્યે હસતાં ને નૃત્ય કરતાં હજારો યૌવનોની એને જાણ નહોતી. આ અંધકારભર્યા જીવનમાં ' પિયુ ' નામનો જે હીરો ચળકતો હતો, એને ચોરી જનારું એની દુનિયામાં કોઈ નહોતું.

રાજ-રાણીની આંખો ગાડીની બારીના ચકની પાછળ લસલસતી રહી. અંધીનો પ્યાર એક રાજ-વિધવાના શૂન્ય યૌવનને માટે ખટકતું ખંજર બન્યો. રૂપ કદરૂપને માટે પુકાર કરી ઊઠ્યું. ચિરરુદન ચિરહાસ્યને મેળવવા હાહાકાર કરવા લાગ્યું.

રાણીએ રોમાંચકારી દૃશ્ય દીઠું. ઊંચા દોરને પ્રથમ પગની આંગળીઓમાં પકડી; ટેકણનો વાંસડો નીચે ફગાવી દઈ, ગજબ ફંગોળા ખાતો ને છલાંગો મારી મારી પાછો દોર પર ઠેરાતો ઝંડૂર બે હાથે સલામો ભરતો હતો.

ઝંડૂર કોને સલામો ભરતો હતો ?

" બેટા ઝંડૂરિયા ! " હેઠે ઊભીને ઢોલક પર થાપી દેતો બુઢ્ઢો હાકલ મારતો હતો : " પેલી સલામ આપણા માલકને, હિન્દુ મુસલમીનોના સરજનહારને, અલાને, ઈશ્વરને ! "

ધ્રુબાંગ, ધ્રુબાંગ ધ્રુબાંગ : ઢોલ પર બુઢ્ઢાએ દાંડી લગાવી, ને ઝડૂરે આસમાનને બબે હાથો વડે સલામી આપી. ગગન એના મોં