પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

માગે છે ?

" શેઠ સાહેબ, " આવનારે તાબેદારીના અવાજે કહ્યું, " વધામણી આપવા આવ્યો છું. વીલ થઈ ચૂક્યું છે. પ્રતાપ શેઠે -આપના પિતાએ-અરધી મિલકત આપના નામ પર કરી આપી છે. રાણી સાહેબે આપને ન્યાય અપાવ્યો છે, શેઠ સાહેબ ! "

" હું ઝંડૂરિયો છેં. તમે કોણ છો ? મારી હાંસી કેમ કરો છો ? હું બેવકૂફ નથી. બોલો. મારી બદલી ક્યાં છે ? ક્યાં ગયો મારો બુઢ્ઢો બાપ ? હેડમ્બાને કોણ પાણી પાવા લઈ જશે ? અંધી બદલીને દોરતું કોણ હશે ? "

" એ તમામને ભૂલી જાવ, શેઠ સાહેબ ! એ છોકરાં-ચોરને ક્યારનો કાઢી મૂક્યો છે. હવે એ તમારું નામ ન લઈ શકે. તાબેદાર પર નિગેહબાની રાખજો, શેઠ સાહેબ ! "

એટલું કહીને અધિકારી ફરી નમ્યો, ને પાછો વળી ગયો અને દીવાની આસપાસ ફૂદડી ફરતું એક ફૂદું ઝંડૂરના મોં પર અફળાયું.

બદલીને કાઢી મૂકી ? આ શું કારસ્તાન છે ? પ્રતાપ શેઠ કોણ છે ? વીલ શાનું ? મિલકત કોની ? મને મિલકત આપીને બદલામાં કોઈ મારી બદલીને ઊઠાવી ગયું ? આવેશોના પછાડાએ ઝંડૂરના મનોરાજ્યને ચૂરેચૂરા કરી નાખ્યું. અરીસાઓની પંક્તિઓ એની સામે ઊભી ઊભી એનું ટીખળ કરતી હતી. હું કદરૂપ છું, ભયંકર બદશકલ છું. ઓહ ! ઓહ ! આ ચહેરાની સામે કોઈ ઓરતની દેખતી આંખો મીટ માંડ્યા ભેગી જ ફાટી પડશે. આ હોઠને અંધી બદલી સિવાય કોઈ આંગળી નહિ અડકાડે. બદલીના હોઠ બીજા કોના વદન પર મળશે ? દેખતી આંખો એ મારી કદરૂપની દુનિયા નથી. મારું વતન અંધકાર છે. મારો પિતા પ્રતાપ નામનો શેઠ નહોય, મારો બાપ તો બુઢ્ઢો મદારી છે. મને કોઈ વારસો આપે છે ? કે મારો વારસો ખૂંચવી લ્યે છે ? મારાથી આ ખુશબો સહેવાતી નથી, ઓહ ! ઓહ ! દીવાના તેજમાં હું સળગી મરું છું. મને ચાંદરણાં ગમે છે, મને બદલીની આંખોના તારા જોઈએ તેટલો