ક્ટલાયને નિયાલ કર્યાં."
"કસબ તો એણે કાંઈ જેવો તેવો સાધ્યો'તો !" તેઓ ચોરીના કસબને વખાણી રહ્યા હતાઃ "કાળી રાતે કસબ કરવા, રાતના જેવો જ રંગ કરી નાખવો જોવે, નીકર પકડાઈ જાય, તે ડોસો કડકડતી ટાઢ્યમાંય નાગો નાગો કાલાં વીણતો."
"તમુને શાથી ખબર ?"
"ખબર કેમ નો'ય? પોતપોતાના કસબનું ભણતર તો આપણે ભણવું જ જોવે ને ! કસબીના દીકરા છીએ ને! આપણાથી કાંઈ થોડો લોટ માગવા નીકળાશે ?"
બુઢ્ઢાનું શબ તંબુડીમાં ગોઠવીને બાકીના અરધા ભાગમાં તેજબા તંબુડી પાછળ રોટલા કરવા બેઠી હતી. બહારની વાતોનો રવ એની કાનમાં તેલની ધાર સરીખો રેડાતો હતો.
"એલા, લૂખા રોટલા ખાશું? કે છે કોઈને ઘરે ચટણી-બટણી ?"
"આ આંબલી રહી. ઉતારોને કાતર્યા !"
જા ગેલી, ચડ આંબલી માથે !"
"આંબલીએ તો વેરડો ભાભો ભૂત થાય છે. હું ચડું કે પછી પછાડીને મારા ફોદા જ કાધી નાખે ને !"
"હા, સાચું, આંહીં જ ગળાફાંસો ખાધો'તો વેરડાએ, ખરું ?"
"એની છોકરી ક્યાં છે ?"
"ફુલેસ મોટે થાણે લઇ ગયા'તા પછી પાછી ફરી જ નહિ રાંડ."
"એને ઓધાન રિયું'તું ઈ પાપમાં તો ડોસાએ દળાફાંસો બાંધ્યો ને ?"
"ના, એટલા જ સારુ નહિ ભૈ નહિ. ફુલેસ છોકરીને લઈ ગ્યા, મારી મારી તે ઠીકાઠીકની મારી, કે કબૂલ કર આ હમલ મને મારા બાપથી જ રિયા છે. છોકરીથી માર નો ખમાણો, એટલે બાપને કીધું કે ડોસા, તું ઝટ તારે રસ્તે પડી જા, હું ફુલેસને રાતે જુવાબ દેવાની છું, ને તારું નામ ખોટે ખોતું પણ લેવાની છું, કેમ કે મારા ઓદરમાં જણ્યું