પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
વસુંધરાના વહાલાં-દવલાં
 


5

પ્રતાપ ડાહ્યો થયો!

પ્રતાપને શેઠે મોટી ઉઘરાણીએ મોકલ્યો હતો. છોકરો હાથમાંથી જાય તે બીકે શેઠે ઘોડીએ ચડી વેવાઈના ગામનો મારગ લીધો અને લગ્નની તાકીદ કરી. વેવાઈએ ઊતરેલ ધાનના હાંડલા જેવું મોં કરીને સંભળાવ્યું : "મારે હજી કાંઈ ઉતાવળ નથી. મારી લીલુહજી છોકરું છે. તમારા મોટા ઘરનો ભાર એ હજી ખેંચી શકે નહિ, પોત વાત, પોર."

વેવાઈનો એવો જવાબ અમરચંદ શેઠને માટે નવીન નહોતો. પોતે પણ આગમચ પરણાવેલી પોતાની બે કન્યાઓનો અનુભવ લીધો હતો. એવાઈના શબ્દોની ઊંડી મતલબ પોતે પામી ગયા.

"એમ ગોટા વાળો મા, શેઠ. આમ આવો, ઓરા આવો." એમ કહી અમરચંદ શેઠે પોતાનો ખેસ પહોળો કર્યો, ને એ ખેસની નીચે વેવાઈનો હાથ ખેંચ્યો. પોતાનો હાથ ને વેવાઈનો હાથ વાતો કરવા લાવ્યા. આપ્રકારની હસ્ત-વાણી એ વેપારની વાણી છે. ને વણિકો લગ્નને પણ વેપારનો એક પ્રકાર માને છે. આંગળીઓ મસલત કરતી ગઈ, તેમ તેમ બેઉ જણા મોઘમ બોલતા રહ્યા.

"ના, બોલશો જ મા."

"હવે ઠીક ઠીક, લ્યો હાઉં?"

"વાતા મૂકો ને, કહ્યું નહિ કે મારી લીલુ હજી છોકરું છે?"

"લ્યો હવે બસ!" અમરાચંદ શેઠે વેવાઈને હઠેળીમાં ત્રણેક મીંડા ચડવી દીધાં.

"ધડ્ય ન કરો, શેઠ! મારી નાની બાળ છોકરી ભાંગી જાય."

"ઠીક લ્યો, હવે?"

વેવાઈએ કુમાશથી હાથ ખેંચી લીધો. પણ મોં ઉપરનો કચવાટ તો એને ન જ ઉતાર્યો, જવાબ આપ્યો: "તમારું વેણ લોપતાં મને જ