પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

વાયો આવે છે.”

“સુધારો આવ્યો પણ આબરૂ તો ગઈને ? ઠીક મૂકો ધડ. પચવીશ લાવીશ.”

“ને હું પાંચ ટંક જમાડીશ.”

“ના, તો તો પછી આબરૂ ક્યાં રહી?”

“ તો પંદર લાવો. હું પૂરા સાત ટંક જમાડું.”

“ઠીક કબૂલ છે, લીલુને શરીરો ઠેક છે ને?”

“અરે ઠીક શું ? ખૂબ હાડેતી થઈ છે. ઘણું ગજું કરી ગઈ છે. તમારે ઘેરે આવ્યા ભેગી તો ઘરનો તમામ ભાર ઉપાડી લેવાની.”

“કેસરના કઢા બધા પાટા રે’જો હમણાં. કામીકા વાનનો ઉઘાડ થાય.”

“લીલુના સારું તો ઘેરે ભેંસો બાંધી છે, શેઠ ! એના રૂપિયા પણ તમારી વેવાણ તો તમારી પાસેથી જ વસૂલ લેવાનાં છે, જોઈ રાખજો જાણ લઈને આવો ત્યારે.”

“અરે વેવાણને લોભ હશે ને, તો ભેંશના શું પાડાનાય ભલે લ્યે. આપનારો તો હું બેઠો છું ને બાર વરસનો.” ને બાજુના રસોડામાંથી કાન માંડીને આ શબ્દો સાંભળનાર લીલુની બાએ ગરવભર્યો ખોંખારો ખાધો. મર્યાદા સકવાય અને કહેવાનું કહી દેવાય એવા ઝીણા અવાજે એણે પોતાના છોકરાને કહ્યું :”ગાગા, વેવાઈને કહે કે હજુ તો અમારી લીલુને તમારા ખોળામાં લાડ કરવા બેસાડવી છે.”

નાની કન્યાને સાસરાના ખોળામાં બેસાડી પિતા-પુત્રીની લાગણી જન્માવવાને માટે રચાયેલો આ જૂનો રિવાજ પણ વટાવીને રૂપિયા કઢાવવાની કીમિયા તરીકે વાપરવાનું લીલુની બાનું મન વાંચીને અમરચંદ શેઠે ફિક્કું હાસ્ય કર્યું. તેણે કહ્યું : “ હવે તો લીલુને સારી શિખામણ આપજો. વેવાણ ! પ્રતાપને સાચવીને લેવાનું કપરું કામ લીલુના હાથમાં છે.”

આવી અર્થસૂચક વાણી સાંભળીને વેવાણે અમરચંદ શેઠની સામે