પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
વસુંધરાના વહાલાં-દવલાં
 


તેની મેં ખાતરી કરી છે. લીલુ તો રાંકને ઘેર રતન પાક્યું છે. એ ચીંથરે વીંટ્યું રતન છે." શેઠે પોતાનો મુદ્રાલેખ આંહી બંધબેસતો બનાવ્યો. "ને હમણાં આઠ દિવસ તું સાચવી લે. એક અઠવાડિયું જો તેં ખીજડા-તળાવડીનો મારગ લીધો છે ને, તો તું મને ને તારી બાને જીવતાં નહિ જોવા પામ. તને લીલુમાં લીલું કાંઈ ન લાગે તો તારા ધ્યાનમાં આવે તે કરજે. પણ ઓલી વાત ભૂલતો નહિ: કોઈ હલકી જાતમાંથી આ જામતી ઈસ્કામતનો વારસદાર ઈભો કરતો નહિ."

6

મા ને દીકરો

તેજુને પ્રતાપની રાહ હતી. પ્રતાપ મળે એ એ કહે તેમ કરું. એણે પ્રતાપની રાહ જોઇઈ, પન કોઈ ન ડોકાયું, કોઈ સમ્દેશો ન લાવ્યું. ચાર દિવસ પછી તો પ્રતાપની જાનના ઢોલ વાગ્યા. સાતમે દિવસે ફરીથી ઢોલ સંભળાયા. પ્રતાપ પરણીને આવતો હતો.

તળાવડીની પાળે ચડીને તેજુબાએ પ્રતાપનું સમી સાંજનું સામૈયું નિહાળ્યું. ને પછી એ તંબુડીમાં આવીને પેટ ભરી ભરી હસી. પોતે કોણ? પ્રતાપ કોણ? કેવી ગમાર ! વાનિયાના છોકરાની પોતે કયા હિસાબે વાટ જોઈ? છૂંદના ત્રોફાવનારી અસુર જાત પણ શો અહંકાર કરી બેઠી?

વળતા દિવસે વાઘરીઓ આવીને એને તેડી ગયા.

પોતે કોઈ અપરાધ કર્યો હતો. પોતાનાથી જગતમાં ઊંચે મોંએ ન ચાલી શકાય. હવે ત્રાજવાં ત્રોફાવવા કેમ જઈ શકાય?

તેજુ વાઘરણોની જોડે સીમમાં કામ કરવા સંતાતી સંતારી નીકળતી હતી. અને એક કે બીજા કૂબાવાળાને મદદ કરવામાંથી જે દાણા મળે તેનો રોટલો ઘડી ખાઈને કૂબામાં અ સમ્તાઈ રહેતી હતી. જરૂર વગર