પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭
વસુંધરાના વહાલાં-દવલાં
 


"એમાંય આ તેજુબાનાં ત્રાજવડાએ કોઈ અલૌકિક મીથપ મૂકી દીધેલી."

"અમે સાવરની-સૂંત્જોયાં વેચવા જાતિયુમ્, ત્યારે બેય છોકરિયું. ને ધોડાધોડ ઓરડામાં પૂરી દેતી'તી શેઠાણી. ફનીધરના માથાની મણિ જોઈ લ્યો બે."

"વીવા ક્યારે કર્યાં?"

"આંહી નો કર્યા, નાશક જઈને કરી આવ્યા. બેયને રજવાડાના જેવી મંબીની સાયબી મળી છે. મિલના શેઠીઆ છે બેય."

"તયેં તો સારું. વાણિયાને રંડાપો ખેંચવાની વસમાણ ખરી ને, એટલે ઘર તો ભર્યું ભર્યું ગોતે જ ને?"

"શેઠાણી કહેતાં'તાં ને, કે મારે વરને જોઈને શું કરવું છે? મેં તો ઘર જ જોયું છે. જુવાન ગોતીશ તો જુવાઅન અમરપટો લઈને આવ્યો છે? મરકી થાય ને ઊડી પડે. પછી શું જુવાનના મદદાના બચકા ભરાય છે માડી?"

"વાણિયાં અકલવાન તો ખરાં, નીકર વાઘરામાં ને વાણિયામાં ફેર શાનો?"

"અમરચંદ બાપાના કરતાં પરતાપ શેઠની અક્કલ વશેક પોકે હોં કે! અમરચમ્દ બાપો જરાક ગરમ તો ખતાને , એટલે આજ લગી ગરાશિયાની જમીનું ન વાળી શક્યા. એની અક્કલ બહુ બહુ તો કાલાં કપાસ ચોરાવવામાં જ ફાવી. પણ પરતાપે તો બેવદે દોરે કામ ઉપાડ્યું છે. એક કોરથી મોટા થાણાના અમલદારની તમામ ચોટી હાથમાં રાખે, ને બીજી કોરથી ગરાશિયાઓને હુલાવી ફુલાવી જમીન મંડાવી લેતો જાય છે. વળી અગરસંગ જીજીને અને તખુભા બાપુને તો એમ જ કરી મૂક્યું છે કે પરતાપ શેઠ હોય તો જ અમારી આબરૂ રિયે નીકર અમારે ઝેર પીવા ટાણું હતું."

"પરતાપ શેઠ વાડિયુંના કૂવા માથે અંજિન મેલવાના છે."

"પછેં તો ઈ પડતર ખેતરમાં ચાહટીઆના ને કેળ્યું પપૈયાંના