પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિવેદન

[ બીજી આવૃત્તિ વેળા]

મારી ઉપન્યાસ-રચનાઓના ક્રમામાં 'વસુંધરાનાં વહાલાં-દવલાં' ચોથી આવે છે. પહેલી'સત્યની શોધમાં', બીજી 'નિરંજન', ત્રીજી 'સોરઠ, તારાં વહેતાં પાણી', ને ચોથી આ.

૧૯૩૭માં 'ફૂલછાબ' સાપ્તાહિકનું સંચાલન કરતે કરતે, એની વાર્ષિક ભેટ માટે, આ વાર્તા લખી હતી. વીસથી પચીશ દિવસોના ગાળામાં એ પૂરી કરી હતી. એનો રચનાકાળ, આ રીતે, મારી કૃતિઓમઆં ટૂંકામાં ટૂંકો કહેવાય.

આની પહેલી આવૃત્તિમાં નીચે મુજબ નાનકડું નિવેદન જોડેલું :

" આ વાર્તાનો રસ સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરે વચ્ચેના પડમાંથી ખેંચવાનો એક સ્વતમ્ત્ર પ્રયત્ન છે. એના આલેખનમાં એક જ વિચાર વિક્ટર હ્યુગોના 'ધ લાફિંગ મૅન'માંથી પ્રયોજેલ છે : મદારી, હોઠકટો બાળક, અને અંધી છોકરી - એ ત્રિપુટી સર્જવાનો. ત્રણે પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે. વાર્તાકાળ પચીસ ત્રીસ વર્ષો પરના સૌરાષ્ટ્રનો લેશો તો ચાલશે."

ઉપલા નિવેદનને કેટલાક સમીક્ષકોમાં એવી ગેરસમજ પેદા કરાવી જણાય છે કે, આ કૃતિ હ્યુગોની વાર્તા પરથી પ્રયોજિત અગર અનુવાદિત છે. આ ગેરસમજને ટાળવા માટે ફરી વાર સ્પષ્ટ કરવું પડે છે કે , આ કૃતિને પેલાં ત્રણ પાત્રોના સૂચન કરતાં વિશેષ કશી જ નિસ્બત હ્યુગોનાં પુસ્તક સાથે નથી. આ તો છે તેજબાઈ, લખડી, પ્રતપ શેઠ, અમરચંદ શેઠ, કામેશ્વર ગોર ઇત્યાદિ પાત્રોની પ્રધાનપણે બનેલી વાર્તા સૃષ્ટિ. અને વાર્તા લેખનનું ધ્યેય પણ, ઝંડૂર-બદલીની લગરીક