પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેટલી 'રોમાન્સ' વડે રસ પૂરીને, મુખ્ય કથા તો પેલાં પાત્રોની જ કહેવાનું રહ્યું છે.

તેમ છતાં કોઈ શંકાશીલ વિવેચક જો 'ધ લાફિંગ મૅન'ને તપાસી જશે, તો એ હ્યુગો-કૃતિનો અનેરો આસ્વાદ એને સાંપડશે - અને આ બાબતનો વિભ્રમ ભાંગશે. બાકી તો, ઋણસ્વીકારની પ્રમાણિક રસમ કંઈક જોખમી છે તેવો અનુભવ મને એક કરતાં વધુ વાર રહ્યો છે.

મારી આ વાર્તા પર કેટાલાય વાચકોને વિશેષ પક્ષપાત છે તે જાણ્યું છે. અને તેમને હું કહી શકું છું કે, એ વિશિષ્ટ પક્ષપાતમાં હું પણ સહભાગી છું.

એટલે જ, આ કૃતિના કરુણ અંત પ્રતેનો અન્ય વાચકોનો અણગમો પાછળથી મારા અંતરમાંયે ઊગ્યો હતો; અને, એ કારણથી, આ આવૃત્તિમાં બીજું ત્રીજું ટોચણટીચણ કરવા ઉપરાંત સમાપ્તિને પણ કરુણ છતાં મંગળ બનાવી છે.

બોટાદ : ૧૯૪૬
ઝવેરચંદ મેઘાણી