આમ ન હોત તો બાળક કોઇ સુંદરીના અંબોડાના શોભાવ માટે સર્જાયેલા મનાતા ફૂલને કે રાજાના તાજમાં જડાવા નક્કી થયેલ હીરાના હોઠ વચ્ચે જ સૌ પહેલું શા માટે પકડત?
આવી કલ્પનાઓમાં ભમવાને જેટલો કાળક્ષેપ કવિજનો કરે છે તેટલો કાળક્ષેપ બાલકે નહોતો કર્યો. એના પગ એને એ ઝબૂક ઝબૂક થતા અગ્નિની છેક જ નજીક પહોંચાડી ચૂક્યા હતા. એને દેખીને પૃથ્વી પર લાંબો થઈ ને પડેલો એક આકાર સળવળી ઊઠ્યો ને અમાંથી ઉપરાઉપરી ઘુરકાટ ઊઠ્યો. એક પલમાં જ એક આદમીની હાક ઊઠી : "હે હે તને ઓઘડનાથ ખાય, હડમાન તારા બત્રીસે દાંત પાડે, તને છપ્પન જોગણીઓ ભરખે, પીર ઓલિયા પોગે તને, ખબરદાર રે'જે, ભૂતડા ! તને ભૂતનાથની દુવાઈ !"
બાળકને આ શબ્દોની સાન નહોતી. એ ચૂપચાપ થંભી ગયો. અને બોલનાર આદમીની ચારે બાજુ, નહિ પશુ-નહિ માનવી એવા ત્રણ-ચાર આકરો તીણી ચીસો પાડતા કૂદાકૂદ કરી રહ્યા.
"કુણ છો રે?" માનવીએ પોતાના ભય અર્થ વગરનો જોઈને જરા નિહાળી નિહાલી જોયું.
"મા." બાળકને એ એક જ શબ્દ જન્મ પછી પહેલો જીભે ચડે છે ને એ એક ક શબ્દમાં માનવની અંતઘડીની - આખરી વાણી ખતમ થાય છે.
'થા...મ!" એવો એક હળવો બોલ બોલીને એ માનવી ઈભો થયો ને એની ચોપાસ ફરતી કૂદાકૂદ બંધ પડી. ચારેક આકરો લપાઇને બેસી ગયા.
ઊભા થનાર આદમીના હાથમાં ચલમ અહ્તી. આઘેથી ઝબૂકતો અગ્નિએ ચલમનો હતો.
આદમી બાળકની નજીક આવ્યો ત્યારે એ બાળકના કરતાં સાતેક ગણો ઊંચો લાગ્યો. બાળકે એની સામે જોયું, પણ ચહેરા સુધી નજર પહોંચી નહિ.