પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯
વસુંધરાના વહાલાં-દવલાં
 


"મા."

"આહીં આવ. તું મારી જડતી લેવા આવ્યો છો ને, ટાબર? તુમ્ શું ફુલેશ છો ? શાવકાર છો? આંહીં આવ."

બુઢ્ઢાએ બાળકને પોતાના સરંજામ પાસે લીધો. એક કાવડ હતી. કાવડને બંને છેડે બે ઝોળીઓ હતી. કરંડિયા ખોલીને બુઢ્ઢાએ કહ્યું : "લે, જોઈ લે મારા લબાચા. આ મારી એક ડીકરીનું ઘર છે." એમ કહી એક કાળી ડાબલી લીધી, " આમાં ડીકરી સૂતી છે ઈ તો તારી મા નહિ ને? ઊઠ એય ડીકરી, તારું રૂપ દેખાડ. તારે ડિલે લૂગડાં તો નથી, એટલે તને નાગી ને નાગી જોઈ લ્યે આ ટાબરિયો."

એમ કહીને દાબડી ઉઘાડી એને કાળી ભમ્મર વીંછણ કાઢી. વીંછણનો આંકડો પકડી એને અધ્ધર લટકાવી : "લે, આ તારી મા છે?"

"નહિ? ઠીક લે, બીજી છોકરી બતાવું." એમ કહીને એણે એક નાના કરંડિયામાંની ચંદનઘો કાઢી. "આ તારી મા? નહિ? ઠીક, હાં, હાં , મારી કને એક-બે માણસની છોકરિયું પણ છે. એને પૂછિયેં."

થેલીમાંથી એણે બે-ત્રણ ઢીંગલાં કાઢ્યાં. "આમાં છે કોઈ તારી મા ? હવે તો મારી જડતી લઈ લીધી ને ? હવે મને ફુલેસમાં નથી સોંપવો ને?"

"મા."

"હવે તો હું એક રિયો છું, ભા ! હું તારી મા છું? હું તે કેટલાકની મા થાઉં ? ઠીક, આવ, બેસી જા, આંહી."

બાળકને આટલા બધાં જીવતાં-મરેલાં રમકડાંમાં અજબ રસ પડી ગયો. એ ભય વગર બેસી ગયો.

"તારી નજર ક્યાં ટપી રહી છે?" એમ કહીને એણે એક વાટાકો ને તેના પર પડેલો ટુકડો રોટલો બતાવ્યો. "આની ગંધ આવી કે તને? ઇન્સાન છો ને! કોઈ ભૂખ્યા માણસને અધરાતેય ખાતો ભાળી શકતો નથી કે? આ વાટકામાં દૂધ છે એ કાંઈ તારી મા નથી મૂકી ગઈ આંહીં. આ મારી ડીકરી ચંદનઘોએ અને મારી કાળવી નાગણીએ ન પીધું તેટલું એઠું લઈને હું ટુકડો રોટલો ખાવા બેસતો'તો, મારે બુઢ્ઢાને દાંત ક્યાંથી કાઢવા ? તારું મોં ફાડ તો!"

એમ કહીને એણે બાળકના મોંમાં પોતાની આંગળી ચોપાસ