ફેરવી.
બાળકની જીભ હોઠને મમળાવી રહી હતી. એની નજર ઘડીક બુઢ્ઢા સામે ને ઘડીક દૂધના વાટલા સામે ટળવળતી હતી.
"ઠીક ભા, મેં આ ઝેરી જાનવરોનાં મોંમાંથી ઝૂટવ્યું, ને તું હવે મારામાંથી ઝૂંટવી જા. ઊભો રે', દૂધ કમતી છે. રોટલો ચોળી દઉં."
દૂધમાં રોટાલો ચોળતો ચોળતો બુઢ્ઢો બાળકને ઝીણી નજરે તપાસતો હતો ને કહેતો હતો : "ખાઈ-કરીને ભાગી જઈશ નહિ ને? ખાઈને ખુટામણ કરવાનો તો આપણા બાપદાદાનો ધંધો છે, ખરું ને? ખાઈને નથી ખૂટતાં આ જાનવરો. માટે તો હું જાનવરોનો સંગાથ ગોતીને પડ્યો છું ને? તું ઇન્સાન, મારો પીછો લેવા પોં'ચ્યો, તે મેં એવું કયું ધરમ કરી નાખ્યું'તું એલા? મને કોઈઊ દી ધરમ કર્યાનું સાંભરતું નથી. મેં તો આ વાંદરનાં મોંમાંથી પણ મૂળો આંચકીને ખાધો છે."
બુઢ્ઢો મદારી ચોળેલાં દૂધ-રોટલો બાળકને મોંએ કોળિયે કોળિયે મૂકવા લાગ્યો. આખા દિવસની ભૂખે બળતો બાળક ખાવા લાગ્યો. બીજા હાથે બુઢ્ઢાએ એ ચોલેલ દૂધ-રોટલાનો અરધો ભાગ દબાવી રાખ્યો. બાળકે એના હાથને ઉખેડી નાખીને માગ્યું : "મા-મા-"
"એટલો મારો ભાગ છે. મને ભૂખ લાગી છે છોડ!" બુઢ્ઢાએ બાળની સામેથી વાટકો લઈ લીધો. બાળક ઊઠીને વાટકો હાથ કરવા ગયો. બુઢ્ઢાએ બાળકને રોકવા મહેનત કરી. બાળકે બુઢ્ઢાના જીર્ણ દેહ સાથે જુદ્ધ માંડ્યું. આકહ્રે એકાએક બુઢ્ઢાના ઉધાડા દેહની છાતીની લબડેલી ચામડી પર જ્યારે બાળકે સ્તન માની લઈ બચકો ભર્યો ત્યારે બુઢ્ઢાએ પોતાનો પરાજય કબૂલ કરી લઈને ખિજાયેલા હાથે વાટકો બાલ સામે પછાડ્યો : " લે ખાઈ જા. ખાઈ જા." ને તમામ ધાન એણે બાળકના મોંમાં ઓરી દીધું. ખાલી વાટકામાં થોડું ઘનું જે કામી ચોંટી રહ્યું હતું તે પોતે ચાટી જઈને પછી ખીજમાં વાટકો પછાડ્યો.
"લે, પાની લઈ આવું!" એમ બોલી ડોસો વાટકો લઈ ઊઠ્યો. બાજુમાં વરસાદના પાણીનું ત્રણેક મહિનાનું જૂનું ખાબોચિયું હતું. ત્યાં