પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

જોશે રોટાલો ને દૂધ, રોટાલો ને મીઠાની કાંકરી, દૂધ પાઈને સાપ ઉજેરવો સારો છે, કેમ કે એના ડંખ ઉપર નોળવેલનાં પાંદડાં ઘસી શકાય છે, પણ આ માનવીનો બાલ મોટો થઈને કાળી રાતે મારું ગળું ચીપી નાખશે તેનો કોઈ ઈલાજ નહિ રહે. માનવીના દાંત ભીંસાશે તેના પર ઓસડ નહિ રહે. મદારીની કમબખ્તી બેસી ગઈ. પ્રભાતની આંખ લાલ થઈ અને છોકરો ઝોળીની અંદર સળવળ્યો. ઝોળીમાંથી છોકરાએ ડોકિયું કર્યું ત્યારે એણે મદારીની ગરદન મરડાયેલી દેખી. ચાર થાક્યાંપાક્યાં પશુઓને પગ ઘસડતાં દીઠાં. બુઢ્ઢા મદારીની કાંધ અપ્ર પોતાનો ઝૂલો ભાળીને એ બાળકે મગરૂબીની લાગણી માણી કે નહિ તે તો એ જાણે. પણ એનું મોં દાંત કાઢી રહ્યું હતું.

"મનેય ખબર છે, કમબખ્ત!" મદારી આંખોની ભમર ખેંચીને બોલ્યો: "ઇન્સાન ઇન્સાનની ગરદન પર ચડે છે ત્યારે અ એને સુખ વળે છે. એટલા માટે તો મેં જાનવરોનો સંગ લીધો હતો. માબપને મેં નાનેથી જ સલામ ભરી હતી. ચાલીશ સાલ ગુજરી ગઈ. પણ કોને ખબર છે - તું મારો બાપ જ હોવો જોઈએ. મારા બાપે એના પાળેલા સાપનો જાન કાઢ્યો હતો એ પાપે જ એ પાછો કોઈ વાણિયાણી-બામનીના ઓદરમાં પડ્યો હશે. જાનવરની હત્યા કરનારો જ માન્વી અવતરે છે. પણ માનવીનો માર કાંઈ સાપ થોડા સરજે છે? મને તો એ વિદ્યાની ગમ નથી ને, નીકર તુંને ટૂંકો કરી ન નાખત હું? સાપનો અવતાર પામત તો હજાર વરસની આવરદા લઈ આવત. દેડકામ્ને ઉંદરનો તો અખૂટા ભરખ ભર્યો છે ને માલેકે, દુકાળ તો દાણાનો પડે, દેડકાંનો દુકાળ સાંભળ્યો છે કે'દીયે, ગમાર? પણ મને એવડીયે વિદ્યા માલૂમ નથી એટલે તારો ટોટો પીસીને પણ શું કરું? પાછો એ પાપનો માર્યો હું ઇન્સાનને પેટ પડું તો મારો છુટકારો ક્યારે થાય ? એટાલે જ તુંને મારવાની હામ ચાલતી નથી. તુ માનતો મા બેવકૂફ કે મને તારી રહેમ આવે છે. તું ક્યાં વીંછુ કે ચંદણઘો છો કે મને તારી દયા આવે? તું તો મારો રોટલો ઝૂંટવીને કાલી રાતે ખાઈ જનારો જુલમી