પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

ઈન્સાન છો. તું દાંત કાઢી રિયો છો ને? કાઢ, કાઢ ભા!"

"ખાવું-ખાવું છે." બાળકે પોતાના કાંધ પર ઉઠાવનારા મદારીને જાને કે હુકમ કર્યો.

"શાવકાર ! શાવકાર!" મદારીની ડોકમાંથી જવાબ નીકલ્યો : "તને શું એમ થાય છે કે મેં તને સૂતો રાખી મારું પેટ ભરી લીધું છે? શાવકારના જેવું કીમ બોલી તરિયો છો, હેં ભા? આ ચાર જીવ મારી ભેળાં પામ્ચને દસ સાલથી રહે છે, પણ એણે મને આવી શાવકારીવાળો સવાલ નથી કર્યો. એને તો ઇતબાર છે કે પ્રથમ-પે'લું અનાજ હું એના મોંમાં જ મૂકીશ. એટલે તો હું ઇન્સાન છું તોયે મારે ઇમાન છે, હો શાવકાર! મારા માથે નવનાથનો પંજો છે/ અઘોર પિયાલો મેં નથી પીધો એ વાત સાચી છે. નીકર હું તને જ ખાઈ જાત. પણમારે ઈમાન જેવી જાત છે. તું દાંત શેનો કાઢછ?"

"ખાવું છે, ખાવું છે," બાળક રડવા લાગ્યો.

"અરે ! ઇતબાર રાખ, જરાક તો ઇતબાર રાખ, ટાબર ! મારા માથે ઇતબાર ન આવે તે તો ઠીક, ઇન્સાન ઇન્સાનનો ઇતબાર ન કરે - મને માલૂમ છે - પણ આ જનાવરોની તો કંઈક અદબ કર! આ હેડંબા રીમ્છડીએ ક્યાં ખાધું છે? આ રતનડોસી વાંદરીએ ક્યાં ખાધું છે? આ રતનિયો વાંદરો પણ ભૂખ્યો છે. કોઈ ગામ આવવા દે. આ તો વગડો છે. અહીં તો ઊભે વગડે ખારોપાટ છે. આંહીં આઘે આઘે માણસો મીઠું ચોરે છે એ કાંઈ મારો તમાશો જોવાં થોડાં થોભશે? કોઈક ફુરસદવાળાં લોકોની વસતિ આવવા દે, આપાઆપસની લડાઈ કરીને થાકી ગયાં હોય તેવાં લોક જ મારી ને આ ડોસલીની કુસ્તી માથે મોજ આપશે, હો ભાઈ! માણસ અને રીંછણનો જંગ જોનારાઓ મને ભેટે ત્યારે હું તમાશો બતાવું ને ? જો સાંભળ..."

મદારીના મોંમાં વહાલ ભરાતું હતું. એની સૂકી કરચલીઓ ચમકતી હતી. ઝોળીમાં બેઠેલો બાળક થોડીઘની ભૂખ ભૂલીને સાંભળી રહ્યો.

"જો, આ રતનડોસી છે ને- આ મારી રતનવાંદરી - એને