પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

હતો. પોતે અને રીંછ જ્યારે પરસ્પર લોહીના કોગળા કરાવતા હતા ત્યારે જ એની ચાદર પર પાઈ-પૈસાના વરસાદ પડતા. નોળિયો અને સાપ લડી લડી રુધીરે રંગાતા ત્યારે ત્યારે જ માનવ-પ્રેક્ષકોનાં મોં પર હર્ષની સુરખી છોળો મારતી.

ચાલીસ વર્ષ તો પેટની લાય પુકારતી હતી તે માટે આ રુધિરભીના તમાશા મદારીએ બતાવ્યા હતા. આજ દિલના ઊમ્ડા પ્યારને રીઝવવો હતો તે માટે માનવી પશુ-દ્વંદ્વ ઝુકાવી પડ્યો. આજનું ઝનૂન પોતે જેને જીવનમાં પહેલા જ વાર ચાહી શક્યો છે તેને પોતાની તાકાત તેમજ પ્યાર પુરવાર કરવા માટે જાગ્યું હતું.

મદારીએ અવધિ કરી. ઘડી રીંછણ એને માથે ચડી બેસતી, ઘડી એ રીંછણની છાતી પર ચડી ખૂંદતો હતો. ઘડી રીંછણ એને નહોર-દાંતના ઉઝરડા પાડ્યા, ધડી એણે રીંછણના ડાચા પર વજ્ર-મુક્કા મારી મારી લોહી ઓકાવ્યું : આખરે બંને જણાં પોતાનું કૌવત ગુવામી બેઠાં ત્યારે બેહોશ બનીને એક જ ઠેકાણે મા-દીકરાની માફક દીનભાવ ધારણ કરી બંને દેહ ઢળી પડ્યા. થોડી વારે માનવીએ ઊઠીને રીંછણના મોં પર પાણી છંટકોર્યું, અને પોતે જેને મંત્રો માનતો હતો એવા કોઈ શબ્દ-ગોટાળા ઉચ્ચારતે ઉચ્ચારતે એણે રીંછણના દેહ પર હાથ ફેરવ્યો. પોતાની કોથળીમાંથી વિચિત્ર બિહામણા આકારના મૂળિયાં કાઢીને પોતાને શરીરે ઊઠેલા ઉઝરડા પર એણે સ્પર્શ કર્યો.

"હવે?" એણે બાળકને પૂછ્યું : "હવે તો ચાલશું ને?"

ને પછી આખી કુટુંબ-મંડળીના એક આત્મજન જેવો બાલક પોતાના જ પગે સૌ સાથે ચાલ્યો. થોડી વાર પછી એ જ રીંછણની રૂંછાળી પીઠની ગાદી પર મદારીએ બાળકને સવાર કર્યો. રીંછણ થાકી ત્યારે મદારીએ બાળકને પોતાના ખભા પર બેસાડ્યો.

ધોમ ધખતા મદ્યાહ્‌ને ખારાપાટનું પહેલું ગામડું આવ્યું ત્યારે મદારી-કુટુંબનું પહેલું સ્વાગર કરનારાં કૂતરાં હતાં. કૂતરાંના ભસવાએ ગામના છોકરાંને કહ્બર આપ્યા કે કામીક જોવા જેવું ચેટક ગામમાં આવી