પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

એનું દાંત કાઢવું અટકતું નહોતું.

બુઢ્ઢાએ જઈ એને એક તમાચો ચોડ્યો, છતાં છોકરાનું દાંત કાઢવું તો ચાલુ જ રહ્યું. એ તમાચાએ એની આંખોમાંથી આંસુ વહાવ્યાં પણ વહેતાં આંસુના રેલા ઝીલતું એનું મોં દાંત જ કાઢતું રહ્યું.

મદારીએ છોકરાના મોંને નિહાળી નિહાળીને તપાસ્યું ને એનો રોષ સમાઈ ગયો "એના હોઢકોઈએ કાટ્યા લાગે છે."

"હં - અં-" બોલીને બાળક દાંતની દંતાવળ બતાવતો અ રહ્યો અને ગામડાનાં છોકરાંઓ એ કૌતુકની કથા ઘેર ઘેર પહોંચતી કરી : એક છોકરો રીંછડાને માથે બેઠો બેઠો બસ દાંટ જ કાઢ્યા કરે છે. એનું હસવુમ્ અટકતું જ નથી. એને પથરા લગાવીએ છીએ તોયે એ તો હસી જ રહ્યો છે. અધાંને બિવરાવે છે.

તમાશાની સ્ત્રીઓ નીકળી, ને ઉદ્યમહીન મરદોનીં ગળેલાં ગાત્રો પણ સળવળ્યાં. બાળકના એક અનંત હાસ્યનો તમશો દેખવા તમામ આમલોક એકઠું થયું, અને દારિદ્રમાં ડૂબાડૂબ એ જીવત મસાણ જેવા ગામ ઉપર રમૂજનું હાસ્ય પથરાઈ પડ્યું. રુદન જ્યાં રોજિંદી જિંદગી જેવું હતું ત્યાં અનખંડ્યું હાસ્ય તમાશારૂપ બન્યું. કોઈ વિચાર કરવા ન થોભ્યું કે આવું અણરુંધ્યું બાહ-હાસ્ય અનંત સુધી સુઝનો આવિષ્કાર છે કે કોઈ વિકૃતિ છે? કોઈને કલ્પના ન જાગી કે નમાયા નબાપા ને કાલ અધરાત સુધીના નિરાધાર એક પશુ આશ્રિત બાળના હોઠ પર આ અખૂટ હાસ્ય ચોડી દેનાર એક શિખાઉ દાક્તરની બેજવાબદાર છૂરી હતી.

મદારી રાજી થયો. એનાં પશુના તમાશા જોવા માટે લોકોના થોક ઊમટ્યા. ભલો ભેટ્યો આ હોઠકટો ઝંડૂરિયો ! ભલું કરજો ભગવાન એના હોઠ કાટનારનું ! એના આકર્ષણે મારો મરતો કાંધો સજીવન કર્યો, ભલે એણે કાલ રાતે મારો મરતો ધંધો સજીવન કર્યો, ભલે એણે કાલ રાતે મારો ટુકડો ઝૂંટવી ખાધો. મદારીને તો પ્યારનું પાત્ર મળ્યું અને પાછું કમાણીનું સાધન જડ્યું.

ખારાપાટનાં ગામડાં 'હસતાં છોકરા'ના સમાચાર જાણ્યા પછી મદારીના આવવાની વાટ જોતા બેઠાં. પાદરે પાદરે એના આવવાના