પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

1

‘ત્રાજવડાં ત્રોફાવો!’


‘ત્રાજવડાં ત્રોફાવો, ત્રાજવડાં...આં ’

એવો મીઠો લહેકો કરતી એક જુવાન બાઈ ગામડાની શેરીએ શેરીએ ફરતી હતી. બપોર વખતનું બળબળતું ગામ એના સુંદર બોલથી શીતળ બનતું હતું.

પણ ગામડાના જુવાનોને અને કૂતરાંને આ રૂપ પાલવતુમ્ નહોતું. તેજુડીની પછવાડે કૂતરાંએ ડાઉડાઉકારા મચાવી મૂક્યા હતા અને જુવાનો કડિયાળી ડાંગો પછાડતાં ફરતા હતા.

'કોઈ છૂંદણાં ત્રોફાવો છૂંદણા ! કોઈ હાથે, પગે ને હૈયા વચાળે ટંકાવો ત્રાજવડાં : લીલી દાળ્યનાં ત્રાજવડાં...આં!'

ભમતાં કૂતરાં તરફ કોઈ કોઈ વાર ફરીને તેજુ તીણી નજર નોંધતી. એ આંખોમાં અદૃશ્ય સોટા હતા. થોડી વાર કૂતરાં ભાગતાં.

નાની છોકરીઓ ખડકીએ ખડકીએ દોડી આવતી, છૂંદણાં ત્રોફાવનારી તેજુડીનું હસતું મોં એમને જોવા મળતું. તેજુના ગાલ પર છૂંદણાંની અક્કેક લીલી ટીબકી હતી. તેજુના ગાલમાં એ ટીબકીને ઠેકાણે જ ગલ પડી રહેતા. વગડાંના કોઈ જાંબુડિયાં બે ફૂલો ઉપર જાણે અક્કેક લીલી મધમાખી બેસીને જોબન-મધનાં ટીપાં ચૂસતી હતી. એના હાથની કલાઈઓ ઉપર કોણી કોણી સુધી છૂંદણાંની ફૂલ વેલડીઓ ચડી હતી. વચ્ચે મોરલા આકરનાં પણ છૂંદણાં હતાં. સૂરજ ને ચાંદો હતાં. કપાળે બીજ અને બીજ ઉપર પાછી એક ટીબકી ટાંકી હતી. તેજુ છૂંદણાવાળીએ