પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
વસુંધરાના વહાલાં-દવલાં
 


"તેં પોતે તો લપને કાઢી નથી ને, છોકરી?"

"હું શું કામ કાઢું?"

"જ્યાં જવું હોય ત્યાં જવાય તો ખરું ને ? તમારે વાઘરીને અને છોકરાંને શા લેવાદેવા છે?"

"હા, ઈ વાત સાચી છે." તેજુડીએ ટૂંકો જ જવાબ વાળ્યો.

"તને અમરચંદ શેઠને માથે કે પ્રતાપ શેઠને માથે વહેમ આવે છે? એણે તો કાસળ નહિ કઢાવી નાખ્યું હોય ને?"

"એવું નહિ કહું. પરભુ દુવાય."

"પણ એટલું કહેવાથી પરભુના તારે માથે ચારે હાથ વરસે તો ?"

"તોય નહિ, મને હવે જાવા દ્યો."

"વાર છે વાર ! હવે જાવાની વાત છોડી દે, લુચ્ચી ? માળી બડી પહોંચેલી છે છોકરી! છોકરાને ભગવીને હવે કહે છે મને છોડો !"

હું આજ સવાર લગી જેલમાં હતી, સા'બ!"

"જેલને ક્યાં બાકોરાં થોડાં છે ? તું મને ભણતર ભણાવી જા એટલો બધો હું બિનઅનુભવી નથી, હો રાંડ !"

"મને રાંડ શા સારુ કહો છો?"

"ત્યારે તને શું 'કુમારિકા તેજબા' કહું? કે શ્રીમતી પ્રતાપરાય કહું?"

"સા'બ એમ હોય તો તમે ધોકા મારી લ્યો, પણ મને બદનામું ન આપો."

"તો કહું છું એમ કર."

"શું કહો છો?" તેજુ કોઈ અકળ તૈયારીનો નિશ્ચય કરતી હતી.

"તું પીપરડીના શેઠ ઉપર શક નોંધાવ."

"ના સા'બ, ધરતી માતા દુવાય !"

"છે ને રાંડની શાવકારી ! શાવકારી ફાટી પડે છે ને રાંડની !"

"રાંડ રાંડ ન કરો કહું છું ! મને બીજી સો ગાળ્યું કાઢી લ્યો - હું ના નહિ પાડું. મારે મારો છોકરો નથી જોતો. એ જ્યાં હશે ત્યાં એને