આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હોય તો આવું ઠેકાણું પામે. હું તો વાત કહું સાચી… દકુભાઈ હા પાડશે કે કેમ એ તો હું નથી કહી શકતો, પણ તમારો આગ્રહ છે તો હું એને કાને વેણ નાખીશ ખરો… હા, હા, જરૂર, જરૂર. હું મારાથી થશે એટલી ભલામણ કરીશ, એમાં વળી કહેવાપણું હોય?… શેઠ, તમારું અનાજ મારી દાઢમાં છે… સવળે શકને વાત કરીશ તો દકુભાઈ ના નહીં પાડે…’
મકનજીની વિદાય પછી અંદરના ઓરડામાં જસી-ચંપા સામસામાં મળી ગયા ત્યારે જસીની આંખમાંથી આનંદ ઊભરાતો હતો, ચંપાની આંખમાંથી આંસુ.
✽
હું તો વાત કહું સાચી
૯૯