લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લાલચ આપી: ‘જો, રાજકોટ જઈને તને ટચૂકડી ઘોડાગાડી મોકલીશ, હો !’

ભત્રીજો રાજી રાજી થઈ ગયો.

વિદાયને દિવસે લાડકોરે ઘરમાં ગમે તેમ ગોઠવણ કરીને પણ કંસાર રાંધ્યો. દિયરને ભાવપૂર્વક જમાડ્યો અને જતી વખતે એ હાથમાં ચાંદીનો રૂપિયો તથા શ્રીફળ મૂકીને પસ ભરાવ્યો. પછી એને હાથ વડે દિયરનાં દુખણાં લઈને દસેય આંગળાંના ટાચકા ફોડતાં હૃદયપૂર્વક આશિષ આપી:

‘સાજાનરવા રહેજો ને વહેલા વહેલા પાછા ઘેરે આવજો !’

પોતાની પાંપણ ભીની થાય એ પહેલાં જ નરોત્તમે પગલું ઉપાડ્યું.


૧૧૨
વેળા વેળાની છાંયડી