આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રત્યે વાચકને આદર કે અનાદરની લાગણીઓ જાગે છે, પણ આત્મીયતા–સ્વાનુભવરસિકતા —જેવું તો બધાં જ ને વિશે લાગે છે. લેખકની ચરિત્રચિત્રણકલાનું એ કામણ છે.
મારા મતે નવલકથાનાં આ મુખ્ય તત્ત્વો વાસ્તવિક જીવનનો એક ખૂબ જ સંમોહક અધ્યાસ ઊભો કરે છે. કથાનાં તમામ પ્રસંગો અને પાત્રો કલ્પિત છે એ લેખકની વાત સાચી છે. છતાં બે’ક પેઢી પહેલાંના સૌરાષ્ટ્રના મધ્યમવર્ગીય જીવનનો એવો યથાર્થ અને તાદૃશ ચિતાર તેઓ રજૂ કરે છે કે તેને સૌરાષ્ટ્રના લોકજીવનના ચોક્કસ સમય અને સમાજજીવનના ચોક્કસ ખંડનું દસ્તાવેજી ચિત્ર ગણી લેવામાં લેશમાત્ર અનૌચિત્ય ન ગણાય. હજારો વાચકોએ–જેમાં આ લખનારનો પણ સમાવેશ થાય છે–તેને એવું ગમ્યું જ છે. વાસ્તવિક જીવનનો આવો અધ્યાસ ઊભો કરવો એ સર્જનાત્મક લેખનની કૃતકૃત્યતા લેખાય. એવી કૃતકૃત્યતા શ્રી મડિયાએ આ લખીને અનુભવી હશે અથવા તેમણે અનુભવવી જોઈએ.
રવિશંકર વિ. મહેતા
૧૧