આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નીકળી શકે એવો સિફતબાજ થઈ ગયો હતો. નરોત્તમે જિંદગીનો ઝંઝાવાત હજી જોયો નહોતો. પણ કીલાએ એને હિંમત આપી: ‘મારી ભેગો છ મહિના કામ કરીશ તો હુતિયો થઈ જઈશ.’ અને પછી પોતાની આત્મપ્રશસ્તિ ઉમેરી: ‘હું કોણ ? જાણે છે ? — કીલો કાંગસીવાળો — ભલભલા ચમરબંધીનેય ભૂ પાઈ દેનારો—’
✽
કીલો કાંગસીવાળો
૧૨૫