લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૪

મારો માનો જણ્યો !
 


કાકાએ મોકલેલી ઘોડાગાડી જોઈને બટુક તો ગાંડોતૂર થઈ ગયો. ‘કાકાએ રાજકોટથી ગાડી મોકલી,’ એમ કરતો કરતો એ શેરીમાં સહુ ભાઈબંધોને આ નવીન રમકડું બતાવી આવ્યો.

પુત્રને આ રીતે આનંદિત જોઈને ઓતમચંદ તથા લાડકોર પણ પોતાની અંતરવેદના વીસરી જતાં લાગ્યાં. બટુક તો આ રંગીન રમકડાની સોબતમાં કોઈક નવી દુનિયામાં વિહરવા લાગેલો. લાકડાની ગાડી અને લાકડાના ઘોડા સાથે એને દિલ્લગી બંધાઈ ગઈ. એ નિર્જીવ વસ્તુ સાથે એ વાર્તાલાપ કરતો, મસ્તીતોફાન કરતો, મહોબત પણ કરતો. પુત્ર આ રીતે રમકડામાં ૨મમાણ રહે છે એ જોઈને લાડકોરની આંખ ઠરી. કાળજે વાગેલો કારમો જખમ હવે જાણે કે રુઝાઈ ગયો. ભૂતકાળનાં વસમાં સંભારણાં વિસરાઈ ગયાં. બેવફા નીવડના૨ ભાઈ-ભોજાઈ પ્રત્યેનો રોષ પણ ઓસરી ગયો. લાડકોરના વત્સલ હૃદયમાં સહુ સગાંસ્નેહીઓ પ્રત્યેના સ્નેહની સરિતાઓ પૂર્વવત્‌ વહેવા લાગી. જીવનમાં જાણે કે કશો ઝંઝાવાત આવ્યો જ નથી, પૂર્વરંગમાં જરાય ફરક પડ્યો જ નથી, એવી પરિતૃપ્તિ લાડકોર અનુભવી રહી.

આ દરમિયાન દકુભાઈ પણ મોલમિનની એક ખેપ કરીને ઈશ્વરિયે આંટો આવ્યા હતા. મોલમિન જેટલે દૂરથી બહુ ટૂંકી ખેપ ક૨ીને ઓચિંતા તેઓ શા માટે પાછા આવી પહોંચ્યા એ અંગે ઈશ્વરિયામાં તરેહવા૨ અટકળો થતી. દકુભાઈની પુરાણી શાખથી જેઓ પરિચિત હતાં તેઓ તો કહેતાં હતાં કે બર્મામાં પણ આ કાબો

૧૨૬
વેળા વેળાની છાંયડી