લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૫

‘મલકનો ચોરટો’
 


'હવે હાંઉં કરો, હાંઉં—’

‘અરે, એમ તે હાંઉં કરાતાં હશે ! એક પ્યાલો રેડવા દિયો.’

‘પણ બહુ થઈ ગયું—’

‘આમાં શું બહુ થઈ ગયું ?… ના પાડે એને સહુથી વહાલા સગાના સમ !’

દકુભાઈએ પોતાના ઘરના જે ઓ૨ડાને ‘દીવાનખાના’ જેવું ભારેખમ નામ આપેલું એમાં અત્યારે કેસરિયા દૂધના કટોરાની જ્યાફત ઊડી રહી હતી.

મેંગણીથી કપૂરશેઠ પોતાની નાની પુત્રી જસીનું બાલુ જોડે વેવિશાળ કરવા આવ્યા હતા—અથવા કહો કે મકનજી મુનીમ કપૂરશેઠને આગ્રહ કરીને અહીં તેડી લાવ્યો હતો અને કેસરિયા દૂધના કટોરા ૫૨ કટોરા રેડીને એમને શીશામાં ઉતારી રહ્યો હતો.

કપૂરશેઠની સાથે આ વખતે રાજકોટવાળા મનસુખલાલ આવેલા. ચંપાના વેવિશાળમાં એના મામાની પૂર્વસંમતિ કે સલાહ નહોતી લીધી એને પરિણામે મનસુખલાલને જે માઠું લાગી ગયેલું એનું પ્રાયશ્ચિત્ત કરવા કપૂરશેઠે જસીના વેવિશાળમાં પોતાના સાળાને મોખરે કર્યા હતા.

દકુભાઈની નૂતન સમૃદ્ધિથી કપૂરશેઠ તો ક્યા૨ના અંજાઈ ગયા હતા—બલકે, એ સમૃદ્ધિનાં પ્રત્યક્ષ દર્શન કર્યા પહેલાં જ, મકનજીને મોઢેથી વાતો સાંભળીને પીગળી ગયા હતા અને બાલુ વેરે જસીને વરાવવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. પણ રાજકોટ જેવા શહેરમાં

૧૩૬
વેળા વેળાની છાંયડી