આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તો મૂઢ મારનો નતોડ ઊતરી જાય–
‘લાગે છે તો કોઈ ઉજળિયાત વરણ, પણ ડિલે જનોઈ કે ટીલાટપકાં નથી એટલે ભામણ તો નથી લાગતો,’ એભલે કહ્યું, ‘કદાચ વાણિયો વેપારી હોય.’
‘કોણ છે, એભલકાકા ?’ કરતીક ચંપા ખાટલા સામે આવી ઊભી અને બેભાન અવસ્થામાં સૂતેલા માણસનું મોઢું જોતાં જ એ ડઘાઈ ગઈ.
ચંપાએ સ્વયંસ્ફુરણાથી જ કપાળ પર ઓઢણીનો છેડો જરી ઓરો ખેંચ્યો.
✽
૧૫૬
વેળા વેળાની છાંયડી