એને ચારે બાજુથી લોકો ઘેરી વળ્યાં. એ ટોળામાં ખુદ સ્ટેશન માસ્તર હતા, પરબ પર બેસના૨ કંકુડોસી હતી, અલારખો પગી હતો, કેટલાંક નવરાં કુતૂહલપ્રિય માણસો હતાં. મોટા શેઠ પાસેથી કશીક ખેરાત મળશે એવી આશાએ એકાદબે ફકી૨ફકરા પણ આવી પહોંચ્યા હતા.
પણ ઘોડાગાડીમાં ઓતમચંદ શેઠને બદલે નાનાશેઠ અને બટુકને જોઈને આ સહુ નિરાશ થયાં. જોકે એક લંગડા માણસે તો નરોત્તમને પણ આશીર્વાદ આપીને બદલામાં એક કાવડિયું આપશો, બાપા ?’ કહીને યાચના કરી જોઈ, પણ સામેથી ભખભખ ક૨તી ગાડીનું એન્જિન સિગ્નલ સુધી આવી પહોંચ્યું હોવાથી નરોત્તમ ઝડપભેર બટુકને લઈને પાટા નજીક પહોંચી ગયો.
જૂના મૉડેલનું, બે હાથ ઊંચા ભૂંગળાવાળું એંજિન છકછક છાકોટા નાખતું નજીક આવ્યું કે તરત જ નીચે ઊભેલાં ગામડિયાં ઉતારુઓ થડકી ઊઠ્યાં ને થોડાં ડગલાં પાછાં હઠી ગયાં. ગાડીમાંથી મેંગણીવાળા કપૂ૨શેઠ ઊતર્યા. સાથે એમનાં પત્ની સંતોકબા, મોટી પુત્રી ચંપા અને નાનકડી પુત્રી જસી પણ ઊતર્યાં.
બીજા થોડાક ખેડૂતો અને એકાદબે ટિકિટ વિના જ પ્રવાસ ક૨ના૨ ખુદાબક્ષ બાવાસાધુને બાદ કરતાં આજે ટ્રેનમાંથી ઊત૨ના૨ મુખ્ય ઉતારુઓમાં કપૂરશેઠનું કુટુંબ જ ગણી શકાય. જાણે કોઈ રાજામહારાજાનું આગમન થયું હોય એવી અદબ અને અહોભાવથી લોકો આ આગંતુકોને જોઈ રહ્યાં. ખુદ સ્ટેશન માસ્તર પણ દરવાજે ઊભીને બીજાં છડિયાંની ટિકિટો ઉઘરાવવાને બદલે ઓતમચંદ શેઠના આ મહેમાનોની તહેનાતમાં આવી ઊભા. સાંધાવાળો ‘લાઇન-ક્લીઅ૨’નો કાગળિયો એંજિન-ડ્રાઇવરને આપી આવીને આ શેઠિયાઓનો સ૨સામાન ઊંચકવા આવી પહોંચ્યો. ૫૨બ ૫૨ બેઠેલાં કંકુમાએ ઝટપટ જમીન પરથી ધૂળ લઈને કળશા પર હાથ ફેરવી,