લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાઢી નથી લીધું એની ખાતરી થઈ કે તુરત મનસુખભાઈએ એને જવાની રજા આપી: ‘બસ, હવે જા તું તારે—’

નરોત્તમ હસતો હસતો સ્ટેશન ભણી જતો હતો ત્યારે મનસુખભાઈ હસતાં હસતાં ઘરમાં સમાચાર આપતા હતા:

‘બચી ગયાં ! બચી ગયાં !’

ધી૨જમામીએ પૂછ્યું: ‘શું થયું ? શું થયું ?’

‘અરે ઘરમાં ધામો પડતો રહી ગયો ! ગલઢાવનાં પુન્ય આડાં આવ્યાં, એમાં બચી ગયાં !’

‘મામા, શું થયું ? શું વાત છે ?’ ચંપાએ પૂછ્યું.

‘અરે, હું તો સાવ ભુલકણો જ ! ઓલ્યા મજૂરને મજૂરી ચૂકવીને પાકીટ ખિસ્સામાં મેલવા ગયો ત્યાં સીધું નીચે જ પડ્યું—’

‘હા… પછી ?’ ધીરજમામી અને ચંપા પૂછવા લાગ્યાં.

‘ઓલ્યા મજૂરના હાથમાં આવ્યું.’

‘મજૂ૨ ઉપાડી જાતો’તો કે શું ?’ ધીરજમામીએ પૂછ્યું.

‘અરે એની દેન છે કે એમ પાકીટ ઉપાડી જાય ? સીધો પોલીસમાં લઈ જઈને કડી જ પહેરાવી દઉં નહીં !’ મનસુખભાઈ ગર્વભેર બોલતા હતા: ‘એણે તરત ખડકી ઉઘડાવીને પાકીટ સોંપી દીધું. બચી ગયાં. ગઢલાવનાં પુન્યથી બચી ગયાં ! પેઢીની આખી પુરાંત પાકીટમાં જ હતી… બચી ગયાં, ભગવાને બચાવ્યાં.’

‘મજૂરે એમાંથી કાંઈ ચોરી ન લીધું એ નવાઈ કહેવાય ! પાકીટ આપ્યું એ જ એની ભલમનસાઈ,’ પત્નીએ કહ્યું.

‘એના બાપનો માલ હતો તે ચોરી લીયે ? સીધો પોલીસના પાંજરામાં જ ન પુરાવી દઉં ?’

‘પણ મામા, એણે ખડકી ઉઘડાવીને પાકીટ પાછું સોંપી દીધું

હું લાજી મરું છું
૨૨૩