લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એટલી એની ખાનદાની ગણવી જોઈએ,’ ચંપા બોલી, ‘મજૂર માણસમાં આટલી બધી ખાનદાની હોય ?’

‘આપણું હક્કનું નાણું હતું એટલે પાછું આવ્યું. અણહક્કનું હોત તો હાલ્યું જાત,’ હવે ધી૨જમામીએ પોતાના પ્રત્યાઘાત વર્ણવ્યા.

‘પણ મામા, એ માણસે આખું પાકીટ પાછું આપી દીધું તે એને તમે કાંઈ ઈનામ-બિનામ આપીને રાજી કર્યો કે નહીં ?’ ચંપાએ પૂછ્યું.

‘અરે એમ જેને તેને રાજી કરવા બેસીએ તો તો સાંજ મોર દીવાળું નીકળે, સમજી ?’ મનસુખભાઈએ જવાબ આપ્યો.

‘ચંપા, તને હજી આ શહે૨ના જીવનનો અનુભવ નથી. આ મેંગણી નથી, રાજકોટ છે, રાજકોટ, સમજી ?’

અને પછી, આ ઉપરથી જ યાદ આવતાં, એમણે પત્નીને સૂચના આપી:

‘કાલ સવારમાં એક મુરતિયો ચંપાને જોવા આવશે. બરાબર તૈયારી રાખજે.’


૨૨૪
વેળા વેળાની છાંયડી