લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૪

મનોમન
 


'હેં મામા, ઓલ્યો મજૂર કોણ હતો ?’

‘એણે આટલા રૂપિયા ભરેલું પાકીટ પાછું સોંપી દીધું, એ કાંઈ જેવી તેવી વાત છે ? માણસ ભલે મજૂરી કરે, પણ લાગે છે સાચક—’

‘હેં મામા, તમે એને રૂપિયો બે રૂપિયા આપીને રાજીય ન કર્યો ?’

‘મામા, એને બિચારાને મનમાં કેવું લાગ્યું હશે ! એને થાતું હશે આ શેઠ તો સાવ મૂજી નીકળ્યા ! અકબંધ પાકીટ પાછું સોંપ્યું, પણ બદલામાં પાવલુંય પરખાવ્યું નહીં…’

ચંપા વારે વારે મનસુખભાઈને આવા પ્રશ્નો પૂછ્યા કરતી હતી. અને મનસુખભાઈ વારે વારે આવા અણગમતા પ્રશ્નો અંગે કંટાળો વ્યક્ત કર્યા કરતા હતા.

‘ઓહોહો ! તું તો મજૂર મજૂર કરીને અમારો જીવ ખાઈ ગઈ, બાઈ !’

‘તું તો વાતનું વતેસર ક૨ી પડી !’

મામા કંટાળો વ્યક્ત કરતા હતા, પણ ભાણેજને જરાય કંટાળો આવતો નહોતો. બલકે, એ તો બમણા ઉત્સાહ ને કુતૂહલથી પૂછાપૂછ ચાલુ રાખતી હતી.

‘પણ મામા, તમે એને મજૂર મજૂર કૂટ્યા કરો છો પણ એના દીદાર મજૂર જેવા લાગતા નો’તા હો !’

‘અરે ભાઈ, મજૂર નહીં તો મૂલી કહું, લે ! ને મૂલી નામ ન ગમતું હોય તો ઉપડામણિયો કહું, લે ! આ તો, ઓલી ડોસીના ત્રણ દીકરાવાળી વાત થઈ—ત્રણેય દીકરાનાં નામ નોખાં નોખાં: એકનું

મનોમન
૨૩૫