ઘેરામાંથી જગ્યા કરતો નરોત્તમ આગળ વધ્યો.
‘અરે બટુક ક્યાં ગયો, બટુક ?’ નરોત્તમ બોલી ઊઠ્યો: ‘હજી હમણાં તો મારી આંગળીએ હતો ને !’
થોડી વાર તો સહુ ઘાંઘાં થઈ ગયાં અને બટુકની ગોતાગોત કરવા લાગ્યાં. પણ ત્યાં તો સામાન લઈને ઘોડાગાડી સુધી પહોંચી ગયેલ વશરામની બૂમ સંભળાઈ:
‘એ… ફક૨ કરો મા, બટુકભાઈ તો આંયાંકણે આવી ગયા છે !’
જોયું તો ગાડીમાં વશરામની બેઠક ઉપ૨ બટુક હાથમાં લગામ ઝાલીને છટાપૂર્વક બેઠો હતો અને ઘોડાને દોડાવવા વશરામની નકલ ક૨ીને મોઢેથી બચકારા બોલાવતો હતો, પણ બટુક કરતાં વધારે સમજુ ઘોડો જરાય ચસતો નહોતો.
‘એલા, તું તો મોટો થાતાં સાઈસ થાઈશ, સાઈસ,’ નરોત્તમે ભત્રીજાને હસતાં હસતાં સંભળાવી અને સહુ ગાડીમાં ગોઠવાયાં.
ટોળું ફરી વાર ગાડીને ઘેરી વળ્યું. હવે તો ધી૨ગંભી૨ નરોત્તમને પણ આ ગુંદરિયા લોકો પ્રત્યે જરા અણગમો ઊપજ્યો. અણગમો ઊપજવાનું એક કારણ એ પણ હતું કે આ ટોળાબંધીને કારણે નરોત્તમ મહેમાનો સાથે હજી સુધી મોકળે મને વાત સુધ્ધાં કરી શક્યો નહોતો. વશરામે બટુકભાઈને ખોળામાં લઈને ધીમેથી ગાડી આગળ ચલાવી છતાં થોડાક આશરાગતિયા લોકો તો ગાડીનો કઠેરો ઝાલીને આગળ આગળ ચાલવા લાગ્યા. કોઈએ કહ્યું કે હું સવારનો ભૂખ્યો છું. બીજાએ કહ્યું કે પહેરવાનું સાજું લૂગડું નથી. ત્રીજાએ કહ્યું કે બાયડી માંદી છે ને મને આંખે ઝાંખ આવે છે. આ રગરગતા ભિક્ષુકોની ઉ૫૨ ઉદારદિલ નરોત્તમને પણ અત્યારે દાઝ ચડી. એમને ટાળવા માટે એણે પત્રમ્ પુષ્પમ્ વડે પતાવ્યા.
‘મલકમાં માગણ બહુ વધી ગયાં,’ કપૂરશેઠે ટાહ્યલા જેવું વાક્ય ઉચ્ચાર્યું અને પછી અંતકડીની જેમ ‘માગણ’ શબ્દના અનુસંધાનમાં