લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્વપ્નોની માધુરીમાં લાંબી રાત કેમ કરીને વીતી ગઈ એનો ખ્યાલ ન રહ્યો.

પ્રાગડ પહેલાં ઓતમચંદ ઊભો થયો અને પ્રાતઃકર્મોથી પરવારીને આપાભાઈ કાઠીની ડેલીએ ગયો. આગલી સાંજે થયેલી ગોઠવણ મુજબ એ ઘોડી પલાણીને પંથકનાં ગામડાં ખૂંદવા નીકળી પડ્યો ત્યારે આકાશમાં ઉષાની રંગોળી રેલાવા લાગી હતી.

ઉષાની રંગોળી
૨૫૫