ફરી પાછી વાઘણિયાની સીમ ઘૂઘરાના ઘેરા નાદથી ગુંજી ઊઠી.
ફરી વશરામે ગેલમાં આવી જઈને ગીત ઉપાડ્યું.
ફરી બટુક ખેતરમાં દેખાતાં પશુપક્ષી ભણી આંગળી ચીંધીને નરોત્તમને પૂછવા લાગ્યો: ‘કાકા, કાકા, ઓલ્યું ઊડે છે એને શું કે’વાય ?’
પણ અત્યારે બટુકના આવા બાલિશ પ્રશ્નોના ઉત્તર આપવાનો નરોત્તમને અવકાશ જ ક્યાં હતો ? ખેતરમાં ઊડતાં સ્થૂલ પક્ષીઓની અત્યારે એને ખેવના નહોતી. એના હૃદયમાં જ કુહુ કુહુ ૨વે એક પક્ષીએ કલરવ કરી મૂક્યો હતો.
‘કાકા, ઓલ્યા ઝાડ ઉપર બેઠું છે એને શું કે’વાય ?’ જિદ્દી છોકરો હજી કાકાનો કેડો મેલતો નહોતો.
કપૂરશેઠ અને સંતોકબાને પણ બટુકની બાલિશતા કંટાળો પ્રેરતી હતી.
પણ બટુકની ધી૨જ ખૂટે એમ નહોતી. એણે તો મોંપાટ ચાલુ જ રાખી:
‘કાકા, કિયોની, ઓલ્યું શું કે’વાય?’
અચાનક જ જાણે કે રૂપેરી ઘંટડી રણકી ઊઠી હોય એવો મંજુલ અવાજ સંભળાયો: ‘કોયલ.’
બટુકના કુતૂહલનું સાંત્વન કરવા નરોત્તમને બદલે ચંપાએ એ જવાબ આપી દીધો હતો.
નરોત્તમે ઊંચે જોયું. ‘કોયલ’ શબ્દોચ્ચાર ભૂલી જઈને, જે કંઠમાંથી એ ઉચ્ચાર થયો હતો એ કોકિલા સામે એ જોઈ રહ્યો.
ગાડીની સામી બેઠકમાં બેઠેલી ચંપાએ પણ નરોત્તમની આ કુતૂહલભરી નજ૨નું અનુસંધાન કર્યું અને આ વગડા વચ્ચે ઘોડાગાડીમાં ઘડીભર તારામૈત્રક રચાઈ રહ્યું.
કપૂરશેઠ તો આવતી મોસમમાં કપાસનો ભાવ શું બોલાશે એની ઊંડી ચિંતામાં ચડી ગયા હતા; પણ ચકો૨ સંતોકબાની નજર ચંપા અને નરોત્તમના આ તારામૈત્રક ત૨ફ ગઈ. એકાદ ક્ષણ તો એમને