પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૭

ગમે ત્યાંથી ગોતી કાઢો !
 

પધારો, પરભુલાલ શેઠ, પધારો !’

પોતાની ઓરડીને ઓટલે બેઠાં બેઠાં કીલાએ નરોત્તમને આવતો જોયો કે તુરત એને આવકાર આપવા લાગ્યો.

‘એ… આવો, આવો શેઠિયા, પધારો !’ કહીને કીલો ઓરડીમાં ગયો ને ડામચિયેથી હીરાકણીની ખોળવાળું ગોદડું લઈને ભોંય ઉ૫૨ પાથર્યું. ફરી એણે બોલતાં મોઢું ભરાઈ જાય એવો આવકાર આપ્યો, ‘બિરાજો, બિરાજો, ૫રભુલાલ શેઠ !’

નરોત્તમ પહેલવહેલું સ્વાગત-વચન સાંભળીને જ મનમાં હસી રહ્યો હતો. એ હવે તો ખડખડાટ હસી પડ્યો. બોલ્યો:

‘કીલાભાઈ, આ ગરીબ માણસની ઠેકડી શું કામે કરો છો ?’

‘એલા, મશ્કરી મરી ગઈ છે તે ઠેકડી કરું ?’

‘પણ મારી મશ્કરી, કીલાભાઈ ? તમારા ‘મોટા’ની મશ્કરી ?’

‘હવે તને મોટો કહીને ન બોલાવાય,’ કીલાએ કહ્યું.

‘મોટામાંથી તમે ૫૨ભુલાલ તો કર્યું. પણ હવે પાછું પરભુલાલ શેઠ કહો છો ત્યારે તો મારે શ૨માવું પડે છે—’

‘શેઠ ન કહું તો અપમાન થાય—’

‘કેવી વાત કરો છો, કીલાભાઈ ! હું તો તમારા દીકરા જેવો ગણાઉં,’ નરોત્તમ બોલ્યો. ‘મારે વળી માન શું ને અપમાન શું ?’

‘તારાં માન-અપમાનની આમાં વાત નથી, મોટા ! આ તો મંચેરશા ડમરીનાં માન-અપમાનની વાત છે,’ કહીને કીલાએ ઉમેર્યું, ‘તને પરભુલાલ શેઠ ન કહું તો મંચેરશાની પેઢીની આબરૂ જાય. મોટાં

ગમે ત્યાંથી ગોતી કાઢો !
૨૬૫