લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘મારા ગ્રહ તમને ચડિયાતા લાગે છે ?’ નરોત્તમે મજાકમાં પૂછ્યું: ‘તમે જોષ જાણો છો ?’

‘એમાં જોષ વળી શું જોવાના ? આ કીલો તો સંધુયે નજરે જોઈને આવ્યો છે.’

‘શું ? નજરે શું જોયું વળી ?’

‘શું જોયું એ હમણાં નહીં કહું. તને એની મેળે ખબર પડશે.’

‘ટીપણું જોઈ આવ્યા છો કે શું ?’ નરોત્તમે પૂછ્યું.

‘ટીપણાં જુવે જોષી મહારાજ. આ કીલો ટીપણાંબીપણાંને ગણકારે નહીં. હું તો ભવિષ્યની વાત નજરે જોઈ આવ્યો છું — જેમાં મીનમેખ ન થાય એવી વાત —’

કીલો મભમ વાતો કરી કરીને ઇરાદાપૂર્વક નરોત્તમની જિજ્ઞાસા ઉશ્કેરતો જતો હતો.

કુતૂહલ રોકી ન શકાયું ત્યારે નરોત્તમે પૂછ્યું: ‘તમે ક્યાં જઈ આવ્યા છો ?’

‘મનસુખભાઈને ઘેર, કીલાએ ટૂંકો જવાબ આપ્યો.

‘મનસુખભાઈને ઘેર ?’ નરોત્તમ ચોંકી ઊઠ્યો.

‘હા, કેમ ભલા કાંઈ નવાઈ લાગે છે ? આ કીલો તો ગામ આખાનો ઉંદર. મોટા મોટા મહાજનને ઘેરેય હું તો પહોંચી જાઉં. મનસુખભાઈ વળી કઈ વાડીનો મૂળો ?’

‘પણ એને ઘેર તમે ગ્યા’તા શું કામ ?’

‘શું કામે ? આ કીલાને વળી કોઈને ઘેરે જાવામાં કામનું બહાનું જોઈએ ? હું તો મારી ગગીની ખબર કાઢવા ગ્યો’તો—’

‘કોની ?’

‘મનસુખભાઈની વહુની… ધીરજની.’ કીલાએ કહ્યું, ‘ધી૨જ મારે છેટી સગાઈએ દીકરી થાય, સમજ્યો ?’

આટલા લાંબા સહવાસને પરિણામે નરોત્તમને સમજતાં વાર ન

ગમે ત્યાંથી ગોતી કાઢો !
૨૬૯