પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાછું સોંપી દેનાર માણસને પાંચ પૈસા આપીને રાજી પણ ન કર્યો ?’

‘લ્યો, સાંભળો સમાચાર !’ કીલો હસી પડ્યો, ‘મનસુખભાઈ, બાઈ માણસની બુદ્ધિ પાનીએ, એમ કીધું છે એ વાત સાવ ખોટી નથી. સાડલા પહેરનારીને દુનિયાના વ્યવહારની શું ખબર પડે ?’

‘પણ કીલાભાઈ, હું તો એનાં રોજ રોજ મહેણાં સાંભળીને ગળા લગી આવી રહ્યો છું. હવે તો મારે ઘરમાંથી રોજ સાંભળવું પડે છે કે ઓલ્યા મજૂરને ગોતીને એને બક્ષિસ આપો ને આપો જ !’

‘હા, આ તો ભારે થઈ ગઈ !’ કીલો બોલ્યો.

‘એટલે હું તો નીકળ્યો સ્ટેશન તરફ. મનમાં કીધું કે એ માણસ કીલાભાઈનો ઓળખીતો હશે.’

‘ના ભાઈ, ના. મારે ને એને બહુ ઝાઝી ઓળખાણ જ નહોતી. સ્ટેશન ઉપર નવરો પડ્યો પડ્યો કામ માગતો’તો, એટલે મેં એને કામ ચીંધ્યું ને તમારી ભેગો મોકલ્યો–’

‘હજી પણ એ છે તો સ્ટેશન ઉપર જ ને ?’ મનસુખભાઈએ પૂછ્યું.

‘ના રે ના, એ એ તો બીજે-ત્રીજે દી જ ક્યાંક રવાના થઈ ગયો. કાંઈક કામધંધો જડી ગયો હશે એમ લાગે છે.’

‘તમે એનું નામઠામ કાંઈ જાણતા નથી ?’

‘એવા મવાલીને તે વળી નામઠામ હોતાં હશે ?’

‘મારે એને આ પાંચ રૂપિયાની નોટ પહોંચાડવી છે એનું શું કરવું ?’

‘મને ક્યાંક ભે ભેટો થઈ જશે તો હું એને મોકલી દઈશ તમારી પેઢી ઉપર,’ કલાએ કહ્યું.

‘ના, એમ નહીં, તમને ભેટો થાય, ને એને પેઢી ઉપર મોકલો, ને એ આવે એમાં વરસ નીકળી જાય.’

‘પણ બીજું તો શું થાય આપણાથી ?’ કીલાએ પૂછ્યું. ‘ઠામઠેકાણા વિનાના માણસને ગોતવોય કેમ કરીને ?’

ગમે ત્યાંથી ગોતી કાઢો
૨૭૫