લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ઊઠ એય ફકીર! બહુ ઊંઘ્યો, બહુ. માળો દી આખો ઊંઘી રહે ને રાત આખી જાગે. બધીય વાતમાં સામા પૂરના હાલવાવાળા… એલા, હમણાં વન-ડાઉન આવી ઊભશે, બેઠો થા, બેઠો. બે પૈસા ભીખ માગી લે, નીકર ચાનો પ્યાલો પીવા મારી પાસેથી કાવડિયાં લેવાં પડશે.’

કીલો આ રીતે નિરીક્ષણ કરતો કરતો છેક સ્ટેશન માસ્તરના ક્વાર્ટર્સ સુધી પહોંચી ગયો. માસ્તરનાં પત્નીને ઉદ્દેશીને એણે બૂમ મારી:

‘દયાબહેન, નળ આવી ગયો છે. પાણી ભરી લ્યો, ઝટ—’

દયાબહેને સામેથી કહ્યું: ‘કીલાભાઈ, આ બેડું જરાક નળ નીચે મેલી દેશો ?—મારા હાથ એંઠા છે—’

‘શું કામ નહીં મેલું ?’ કરતાંકને કીલાએ બેડું ઉપાડી લીધું, ને નળ તરફ જતાં બોલતો ગયો, ‘આ કીલાના કરમમાં આ એક જ કામ કરવાનું બાકી રહી ગયું’તું, તે આજે કરી નાખ્યું—’

ફરી પાછા પ્લૅટફૉર્મ ૫૨ લટાર મારતાં મારતાં એણે લુહાણાના એક છોકરાને હાકલ કરી:

‘એલી એય ડુંગળી ! લાયસન વગર ચેવડો વેચે છે તે આ સ્ટેશનને બોડી બામણીનું ખેતર સમજી બેઠો છો ? આજે ગાડીમાંથી એ. જી. જી. સાહેબ ઊતરવાના છે, એની ખબર છે ? ઝટ ઘર ભેગો થઈ જા, નીકર હમણાં પોલીસ આવીને, તારા ચેવડા ભેગો તનેય ફેંકી દેશે—’

રેલવે સ્ટેશનનો વિસ્તાર કેમ જાણે કીલાની સુવાંગ માલિકીનો હોય એવા રુઆબથી એ એક પછી એક વટહુકમ છોડતો હતો.

થોડી વારમાં જ પ્લૅટફૉર્મ ઉ૫૨ ચકચકતા બિલ્લા પહેરેલી એજન્સીની પોલીસ આવી પહોંચી અને ગોરા સાહેબની સલામતી માટે ભયરૂપ ગણાય એવા માણસોને ભાઠાં મારી મારીને બહાર કાઢવા લાગી. આ કાર્યમાં વરસોથી સ્ટેશન પર વગર પગારે બિનસત્તાવા૨ રખેવાળું કરનાર કીલાનું માર્ગદર્શન આ સરકારી માણસોને બહુ

કામદાર કા લડકા
૨૭૯