લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ત્રણ જુવાન હૈયાં
 


ઓતમચંદને જોતાં જ કપૂરશેઠ ગાડીમાંથી ઊતરી ગયા અને યજમાન તથા મહેમાન ભાવપૂર્વક ભેટી પડ્યા. પછી ઓતમચંદે ગાડીમાં બેઠેલા નરોત્તમને કહ્યું:

‘તમે તમારે ઝટ ઘેર પહોંચો. અમે હવે હાલતા આવશું.’

વશરામે ગાડી નાકામાં વાળી અને પાછળ પાછળ ઓતમચંદે પોતાના મહેમાનને લઈને ચાલવા માંડ્યું.

રસ્તામાં એણે પોતાની સાથે આવેલા દકુભાઈની ઓળખાણ કરાવી:

‘આ દકુભાઈને તમે નહીં ઓળખતા હો. મારા સાળા થાય – ઓતમચંદે એક ખંધા આદમીની ઓળખાણ આપવા માંડી.

‘નામથી ઓળખું છું–કાગળપત્તરમાં એની સહી આવે છે એ ઉપરથી,’ કપૂરશેઠે કહ્યું.

‘પેઢીનો બધો ભાર દકુભાઈએ ઉપાડી લીધો છે. મારે હવે વેપાર બાબતની જરાય ફિકર જ નથી રહી,’ ઓતમચંદે પોતાના સાળાનાં વખાણ કર્યાં.

‘ફિકર શાની રહે ? આવું ઘરનું જ ગણાય એવું વિશ્વાસુ માણસ મળે પછી તો નફકરા…’ દકુભાઈની પ્રશસ્તિમાં કપૂરશેઠે સૂર પુરાવી દીધો.

‘ને આ અમારા મકનજી મુનીમ,’ ઓતમચંદે એક અદોદળા શરીરવાળા સીસમવરણા માણસની ઓળખાણ આપી. ‘નામાંઠામાંમાં એક્કા છે. લાખથી પાણ સુધીના સંધાય હિસાબ જીભને ટેરવે. ચોપડો આખો મોઢે બોલી જાય… કઈ રકમ કોના ખાતામાં કેટલામે પાને,

૨૮
વેળા વેળાની છાંયડી