લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એનો પોરિયો તને મીઠાઈ ખવરાવવા આવે…’

‘બોલો મા, મંચેરશા, બોલો મા!’ કીલાએ પોતાના મિત્રને અરધેથી બોલતો અટકાવી દીધો. ‘ગઈ ગુજરી હવે યાદ ન કરાય. બધોય બનવાકાળ. જે થવાનું હતું એ થઈ ગયું. જૂનાં વેરઝેર સંભારવાથી શું ફાયદો? બાપ કમોતે મર્યા એ હવે થોડા પાછા આવવાના હતા?’

બોલતાં બોલતાં કીલાનો અવાજ ગળગળો થઈ ગયો. પિતાના કરૂણ મૃત્યુની યાદ તાજી થતાં ગળે ડૂમો ભરાયો. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં એ પાઘડીના છેડા વડે લૂછી નાખ્યાં.

પોતાના મિત્રને શોકમગ્ન જોઈ સહૃદય મંચેરશા પણ મૂંગા થઈ ગયા.

નરોત્તમ તો આભો બનીને કીલા સામે તાકી જ રહ્યો. બાહ્ય દેખાવે રૂક્ષ અને કાઠી છાતીવાળો દેખાતો આ માણસ આટલો બધો સંવેદનશીલ અને પોચા હૃદયનો હતો? અહોનિશ આનંદની છોળો ઉડાડનાર આ હસમુખા માણસનું અંતર આંસુથી જ છલોછલ છે કે શું? હૃદયના અશ્રુપ્રવાહને ખાળી રાખવા ખાતર જ તો એ હરહંમેશ મોઢા ઉપર મુસ્કરાહટ નથી રાખતો ને?

વાતાવરણમાં એવી તો ગમગીની ફેલાઈ ગઈ કે ત્રણેય જણ સાવ મૂંગા જ બેસી રહ્યા. થોડી વારે સ્વસ્થ થયા પછી કિલાએ કહ્યું: ‘જૂના વેરઝેર ભૂલી જઈએ, તો જ આ દુનિયામાં જીવી શકાય મંચેરશા!’ અને પછી પોતાની આદત મુજબ એક સુભાષિત સંભળાવી દીધું: ‘મીઠાબાઈસ્વામી વખાણ વાંચતાં વાંચતાં કહે છે એ સાચું છે, કે વેરથી વેર શમતું નથી, વનો વેરીને પણ વશ કરે સમજ્યા ને?’

પણ બન્યું એવું કે હેમતરામ કામદારના ઉલ્લેખથી આંસુ કીલાની આંખમાં આવ્યાં હતાં, પણ એનો આઘાત તો કીલા કરતાંય મંચેરશાને વધારે લાગ્યો હતો. આ સાચદિલ પારસી સજ્જન સાવ મૂંગા જ

પ્રારબ્ધનો પરિહાસ
૩૦૧