પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુંબઈથી વિલાયત ચડાવીએ છીએ.’

‘ઠેઠ મુંબઈથી ઠેઠ વિલાસ લગણ માલ ચડાવો છો?’ હીરબાઈએ હેબતાઈ જઈને પૂછ્યું: ‘તમે ઠેઠ મુંબી લગી જાવ છો, હે ભાઈ?’

‘હું નહીં. મારો નાનો ભાઈ નરોત્તમ રાજકોટમાં કામ કરે છે, એ મુંબઈના આંટાફેરા કર્યા કરે. હું તો એના વતી આપણા પંથકમાંથી માલ ભેગો કરી દઉં—’

મહેમાનને મોઢેથી એકેક વાક્ય સાંભળતાં, રોટલા ઘડતી હીરબાઈના હાથમાં લોટનો લૂઓ થંભી જતો હતો. એક વાર તો એ એવી વિસ્ફારિત આંખે મહેમાન તરફ તાકી રહ્યાં કે ઓતમચંદે એમને યાદ આપવી પડી: ‘રોટલો ઉથલાવો, દાઝી જશે—’

‘અરે! આ દીવી જેવા તાપમાં તાવડી બહુ આકરી થઈ ગઈ છે.’ કહીને હીરબાઈએ ફરી એ જ વાત પૂછી: ‘હેં ભાઈ, તમે અમારા ગામના દરબારનો વજે જોખો છો?’

‘જોખી લીધો,’ ઓતમચંદે કહ્યું, ‘આજે હિસાબ ચૂકવવા ગયો હતો—’

‘તમે અમારા દરબારને નાણાં ચૂકવશો?’ હજી હીરબાઈને ગળે આ વાત નહોતી ઊતરતી.

‘ચૂકવી આવ્યો—’

‘કંયે? અટાણે?’

‘ના, ના, સવારના પહોરમાં—’

‘તે તમે સવારના પહોરના ગામમાં આવી ગયા છો?’ હીરબાઈએ પૂછ્યું.

‘હા, હિસાબનું કામ કામકાજ તો વહેલું પતી ગયું’તું પણ ઠાકોર બહુ

મહેમાનગતિ કરી એમાં રોકાઈ રહેવું પડ્યું. દરબારે ઠીકઠીકની સરભરા કરી. કાવાકાસુંબા તો અમને વાણિયાભાઈને સદે નહીં, પણ સામસાગરા દઈ દઈને કેસરિયાં દૂધ પાયાં. ને પછી તો બ્રાહ્મણને

બહેનનો ભાઈ
૩૦૭