આઘાતજનક — હતી. કપૂરશેઠ તો આ જુવાન છોકરાની ‘એક્ટરકટ’ કલમ અને ઓડિયા વાળ તરફ જ તાકી રહ્યા. ખુદ મકનજી પણ મૂછમાં હસી રહ્યો. પણ પારકાંને જતિ કરવામાં પાવરધા આ મુનીમે દકુભાઈને ચડાવ્યો:
‘મહેમાનને ઓળખાણ કરાવો, ઓળખાણ.’
અને પછી અક્કલમાં આનીભાર ઓછા દકુભાઈએ પોતાના સુપુત્રની પ્રશસ્તિ શરૂ કરી દીધી:
‘છોકરાની ઉંમ૨ નાની છે પણ બુદ્ધિનો ફેલાવો બહુ…’ બાલુના દરેક પરાક્રમના વર્ણનને અંતે દકુભાઈએ આ વાક્ય ઉચ્ચારવા માંડ્યું.
મુનીમ મકનજી આ પરાક્રમોના સમર્થન રૂપે ટાપશી પૂરતો જતો હતો.
કપૂરશેઠ સભ્યતા ખાતર પણ હા-હોંકારો ભર્યે જતા હતા.
એકમાત્ર ઓતમચંદ પોતાના સાળાના આ અર્થહીન બકવાટથી અકળાઈ ઊઠીને નીચી મૂંડીએ મૂંગો મૂંગો જમ્યા કરતો હતો.
સગા બાપને મોઢેથી પોતાની બિરદાવલિઓ સાંભળીને બાલુ એવો તો ફુલાઈ ગયો હતો કે બમણા ઉત્સાહથી એ પી૨સવાનું કામ કરવા લાગ્યો હતો—અલબત્ત, વચ્ચે વચ્ચે એ પોતાના વીંખાઈ જતા કેશકલાપમાં કાંસકો ફેરવી લેતો હતો ખરો. એમ કરવા પાછળ પણ એનો ઉદ્દેશ તો મહેમાનને આંજી નાખવાનો જ હતો.
‘હજી તો તમે બાલુને ગાતાં સાંભળ્યો નથી.’ દકુભાઈએ પુત્રના બહુમુખી વ્યક્તિત્વનું બીજું એક પાસું ૨જૂ કર્યું: ‘ગળું તો એવું મીઠું છે કે તબિયત હલાવી નાખે.’
‘એમ કે ?’ મહેમાને આશ્ચર્ય અને અહોભાવ વ્યક્ત કર્યાં.
‘જી, હા.’ દકુભાઈએ કહ્યું: ‘બપોર પછી એકાદબે ચીજ ગવરાવશું.’
પણ દકુભાઈને કમનસીબે બપોર પછી તો થાક્યાપાક્યા મહેમાનોએ વામકુક્ષિ કરી અને એ પછી પણ દકુભાઈને પોતાના