લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હીરબાઈએ પુત્રને કહ્યું: ‘કહે જોઈએ, કોણ આવ્યા છે?’

મહેમાન તરફ થોડી વાર તાકી રહીને બીજલ બોલી ઊઠ્યો: ‘મામા, મામા!’

ઓતમચંદે ઉમળકાભેર બીજલને બાથમાં લઈ લીધો ને પોતાના ખોળામાં બેસાડ્યો. પછી બાળક સાથે કાલી કાલી ભાષામાં વાતો કરતાં કરતાં એણે પોતાની ભેઠના છેડા છોડી નાખ્યા.

‘હેય! રમકડાં! રમકડાં!’ કરીને બીજલ આનંદી ઊઠ્યો. મહેમાને ભેઠમાંથી ઠલવેલાં આ નવતર રમકડાં તરફ હીરબાઈ પણ અહોભાવથી નિહાળી રહ્યાં.

‘હેય! છૂકછૂક ગાડી!’

‘હેય! પીપ, પીપ!’

‘હેય! વાજું!’

એકેક રમકડું હાથમાં લઈ લઈને બીજલ એનું નામકરણ કરતો જતો હતો.

‘ભાઈ, આ રમકડાં ક્યાંનાં?’ હીરબાઈએ પૂછ્યું, ‘આપણા સંઘેડિયા તો આવી ચીજ ઉતારતાં નથી—’

‘આ તો વિલાયતી રમકડાં છે—ચાવી દેવાથી એની મેળે હાલવા મંડે એવાં—’ કહીને ઓતમચંદે એંજિનને ચાવી આપીને છૂટું મૂક્યું.

ઘુરૂરૂરૂ અવાજ સાથે એંજિન ચાલવા લાગ્યું તેથી ગભરુ બીજલ ભડકીને આઘો ખસી ગયો.

હીરબાઈએ પણ આ ચમત્કાર જોઈને ભય અનુભવ્યો. બોલ્યાં: ‘ભાઈ, આ તો ભારે કૌતક જેવું છે. ક્યાંથી લઈ આવ્યા આવાં રમકડાં!’

‘મુંબઈથી.’

‘ઠેઠ મુંબીથી?’

‘હા, આપણો નાનો ભાઈ નરોત્તમ રાજકોટમાં કામ કરે છે ને, એને મુંબઈના આંટાફેરા બહુ થાય છે. એણે આપણા બટુક સારુ આવાં

બહેનનો ભાઈ
૩૦૯