૩૨
મંચેરશાના ‘કુશાદે’ બંગલાની પરસાળમાં બેઠો બેઠો નરોત્તમ
પોતાના વહી ગયેલા જીવનવહેણનું સિંહાવલોકન કરી રહ્યો હતો. નાનીશી જિંદગીમાં બની ગયેલી મોટી મોટી ઘટનાઓ યાદ કરી કરીને એ હર્ષ અને શોકની મિશ્ર લાગણીઓ અનુભવી રહ્યો હતો.
જીવનની આ ગંગાજમના ઉપર વિચાર કરતાં કરતાં નરોત્તમનું ધ્યાન કમ્પાઉંડની બહારના રસ્તા ઉપર ગયું. એક યુવતી આત્મશ્રદ્ધાભે૨ કમ્પાઉંડનો દરવાજો ઉઘાડીને અંદર આવતી જણાઈ.
મંચેરશા તો અત્યારે ઘરમાં હતા નહીં, તેથી આ યુવતી કોને મળવા આવી હશે એ નરોત્તમને સમજાયું નહીં પણ યુવતી તો નરોત્તમ તરફ જ મુસ્કુરાતી આગળ વધી, તેથી નરોત્તમને વધારે નવાઈ લાગી.
પરસાળનાં પગથિયાં ચડતાં ચડતાં એ જાણે કે ક્રૂર૫ણે કટાક્ષમય બોલી: ‘કેમ છો, પરભુલાલ શેઠ?’
નરોત્તમ વધારે વિસ્મય પામીને આ આગંતુકને અવલોકી રહ્યો. આ અજાણી વ્યક્તિને મોઢેથી ‘૫રભુલાલ શેઠ’ જેવું સંબોધન સાંભળીને એ એવો તો ડઘાઈ ગયો હતો કે એને ‘આવો’ કહી આવકાર આપવાનું પણ ન સૂઝ્યું.
‘ઓળખાણ-પિછાણ કાંઈ પડે છે?’ યુવતીએ હિંમતભેર નજીક આવતાં પૂછ્યું: ‘કે પછી નરોત્તમભાઈમાંથી પરભુલાલ શેઠ થયા એટલે જૂનાં સગાંવહાલાં સહુ ભુલાઈ ગયાં?’
આવો સીધો ને સટ પ્રશ્ન સાંભળીને નરોત્તમ વધારે ગૂંચવણમાં