લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એકમાત્ર જસી, પોતે ‘કેવાં પકડી પાડ્યાં !’નો વિજય-ગર્વ અનુભવતી મોટી બહેન તરફ જોઈને હસ્યા કરતી હતી.

ઘેર પાછાં ફરતાં, રસ્તામાં ચંપા, કોઈ ન જાણે એવી રીતે જસીની પડખે ચડી અને પોતાની ફજેતી કર્યાની શિક્ષા તરીકે નાની બહેનના પડખામાં બમણા જોરથી ચૂંટી ખણી — જસીએ અગાઉ બે વાર મોટી બહેનને આ રીતે પજવેલી એનું ચંપાએ સાટું વાળી દીધું.

અને પછી આ જુવાન હૃદયત્રિપુટી આખે રસ્તે મૂંગું હસતી હસતી ઘેર પહોંચી.


ત્રણ જુવાન હૈયાં
૩૫