લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉલ્લાસભર્યો હતો. આજે એમને નૂતન જીવનનાં સ્વપ્નો સાકાર થતાં લાગતાં હતાં. તેથી જ તો આજના અજંપાનાં માધુર્યની ઉત્તેજનામાં એમણે મળસકા સુધી અતીત જીવનની અને આવતી કાલના જીવનની સુખદુઃખની વાતો કર્યા કરી.

આખરે ત્રીજી વાર પણ દીવીની વાટ ઝંખવાવા માંડી. પણ હવે ત્રીજી વાર એમાં દિવેલ પૂરવાની આવશ્યકતા નહોતી, કેમ કે એમના જીવનની જેમ આ આવાસમાં પણ નવપરોઢનો ઉજાશ પથરાવા માંડ્યો હતો.

જ્યોત ઝગે
૩૬૯