૩૮
‘બીજે દિવસે શહેરમાં તોપના ધડાકા જેવા સમાચાર વાયુવેગે
ફેલાઈ ગયા.
‘કીલો કાંગસીવાળો હવે કંકુઆળો થયો!’
અને એની ઉપર ટીકાટિપ્પણ પણ શાનાં બાકી રહે? લગ્નપ્રસંગે હાજ૨ ૨હેલા મહાજનના મોવડીઓએ જ મભમ મલ્લિનાથી ફેલાવવા માંડી.
‘માનો કે ન માનો પણ દાળમાં કાંઈક કાળું તો છે જ—’
‘એ વિના આમ ઘડિયાં લગન લેવાં પડે?’
કીલાના કોઈ કોઈ હિતેચ્છુઓ વળી વધારે ઉગ્ર પ્રહારો કરતા હતા.
‘આને તમે લગન કહો છો? અરે, આ તો ઘરઘરણું થયું, ઘરઘરણું—’
‘હા, હા, નાતરિયા વરણ જેવું જ, જૂઠાભાઈની મોંઘી હારે કીલાએ માટલા ફોડી લીધાં એમ જ કહો ને!’
અને પછી જૂઠાકાકાના વધારે જાણભેદુઓ વળી મોંઘીની શારીરિક સ્થિતિ વિશે તર્ક દોડાવતા હતા.
‘માનો ન માનો પણ આમાં કંઈક ગોટાળો થઈ ગયો છે—’
‘થઈ જાય ભાઈ, થઈ જાય. છોકરીની બિચારીની હજી બાળકબુદ્ધિ છે. ભૂલથી પગ આઘોપાછો પડી પણ જાય—’
‘ને કીલાને તો ગામ આખું ઓળખે છે… એને નહીં ઉલાળ કે નહીં ધરાર—’
‘એ તો ઘેર ઘેર ફરીને કાંગસી વેચતો ત્યારથી જ એના ઉપર