પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હોવાને કારણે સાવ મૂંગી બેઠી હતી. હવે સમજણો થયેલો બટુક પણ આ અણધાર્યા બનાવથી એવો તો સ્તબ્ધ થઈ ગયો હતો કે પોતાનો પ્રિય પાવો વગાડવાનું પણ એ વીસરી ગયો હતો. એકમાત્ર વશરામ, સીમની ઘેરી શાંતિમાં આજની ઘટનાને નિરપેક્ષપણે વાગોળતો વાગોળતો, પોતાના પ્રિય ભજનની એક તૂક લલકારી રહ્યો હતોઃ

કોણ સાચું રે… …
સંસારિયામાં સગું તારું કોણ સાચું રે...

૪૧૮
વેળા વેળાની છાંયડી