લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ઠેકડી નથી કરતો, સાચું કહું છું. તમે ઈશ્વરિયે બાલુનાં લગન ક૨વા ઘરેથી નીકળ્યાં‘’તાં. હવે દકુભાઈથી રિસાઈને, લગન કર્યા વિના પાછાં ઘરે જાવ તો અપશુકન જેવું ગણાય. એટલે હવે હાલો મારી ભેળાં મેંગણી. બેનના ભાણિયા બીજલનાં લગન પતાવીને સહુ રંગેચંગે પાછાં વળશું—’

‘આ સંધુંય સાચું બોલો છો?’ લાડકોર હજી સંશય સેવતી હતી. ‘તમારી ધ૨મની બેનનું નામ શું?’

‘હી૨બાઈ... એભલભાઈ આય૨ની ઘરવાળી,’ કહીને ઓતમચંદે ખળખળિયાને કાંઠેથી એભલ આહી૨ એને કેવી રીતે ઝોળીએ ઘાલીને મેંગણી લઈ ગયેલો, હીરબાઈએ કેવી કાળજીથી બેશુદ્ધ માણસની સા૨વા૨ કરેલી, એ બધી વીતકકથા પત્નીને કહી સંભળાવી.

સાંભળીને લાડકોર કંપી ઊઠી. ‘અ૨૨! તમને પીટડિયા પસાયતાએ આટલા બધા માર્યા’તા? વગડા વચ્ચે તમને મડદાંની જેમ મેલીને હાલ્યા ગ્યા’તા?’

‘હા.’

‘આવી ભેંકા૨ જગામાં દીપડોબીપડો આવ્યો હોત તો?’

‘તમારાં પુન્ય આડાં આવ્યાં, ને દીપડાને બદલે દેવ જેવો એભલ આવી ચડ્યો, ને મને ફાંટમાં નાખીને મેંગણી લઈ ગયો!’

‘હાલો, ઝટ હાલો, મારે એ દેવ જેવા માણસનું મોઢું જોવું છે—’

‘વશરામ, ગાડી જોડો!’ ઓતમચંદે કહ્યું, ‘ને મા૨ી ઘોડીની પછવાડે પછવાડે હાંકતા આવો. મેંગણી તો હવે ઢૂંકડું જ છે — જુવો સામે દેખાય એનાં ઝાડવાં—’

મેંગણીના ઝાંપામાં ઓતમચંદે ઘોડી ઝુકાવી ત્યારે દોઢીમાં ખાટલા પાથરીને પડેલા સિપાઈઓ આ અસવારને ઓળખી ગયા. આખી મોસમમાં વજેસંગ દરબારને ત્યાં ઓતમચંદ વારંવાર આવ્યા કરતો, તેથી આ સંત્રીઓએ આજે પણ એવું અનુમાન કર્યું કે એ દરબારી

૪૨૪
વેળા વેળાની છાંયડી